આવનારું ચોમાસુ હવે વધુ વરસાદ લાવનારું તથા વરસાદી આફત લાવનારું પણ બનશે

ગ્લોબલ વોર્મિંગના આધારે વૈશ્વિક તારણ : બંગાળના અખાત સહિતના વિસ્તારોમાં પ્રયોગો પરથી અનુમાન

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.05-06-2021

ભારતમાં નૈઋત્યનું ચોમાસુ બેસી ગયુ છે અને તબક્કાવાર આગળ વધી રહ્યું છે તે સમયે આગામી સમયમાં ભારતનું ચોમાસુ વધુ વરસાદ લાવનારૂ અને વરસાદી આફત પણ લાવનારૂ બની રહેશે તેવી ચેતવણી ગ્લોબલ વોર્મિંગના તારણો પરથી આપવામાં આવી રહ્યું છે. અભ્યાસ મુજબ આ ગ્લોબલ વોર્મિંગના કારણે જે ગરમી વધી રહી છે તેનાથી ગ્રીન હાઉસ ગેસ સહિતની સમસ્યાઓ વધી રહી છે અને તેના કારણે હવામાં ભેજનું પ્રમાણ પણ વધી રહ્યું છે. જેથી વેસ્ટર્ન ડિસ્ટબન્સ સહિતના પરિબળો પણ વધુ સક્રિય બનશે. ભારતીય હવામાન અંગે થયેલા એક અભ્યાસમાં જણાવાયુ છે કે કલાઇમેટ ચેન્જ એ આગામી સમયમાં ભારતના ચોમાસાનું સ્વરૂપ જ બદલી નાંખશે અને ભારતનું ચોમાસુ વધુને વધુ વરસાદ લાવનારૂ તથા તેની સાથે વરસાદી આફત લાવનારૂ પણ બની રહેશે. જર્નલ સાયન્સ એડવાન્સમાં પ્રસિઘ્ધ થયેલા આ લેખ મુજબ લગભગ છેલ્લા 100થી વધુ વર્ષના મોડેલના આધારે આ આગાહી કરવામાં આવી છે. ભારતમાં સામાન્ય રીતે જૂનથી સપ્ટેમ્બર સુધી નૈઋત્યનું ચોમાસુ હોય છે અને તે કૃષિ પાકો માટે તથા અર્થતંત્ર માટે પણ સૌથી વધુ મહત્વનું બની રહેશે. સંશોધકોએ બંગાળના અખાતમાં કેટલાક ડ્રિલીંગ કરીને કાદવ વગેરેનો અભ્યાસ કર્યો હતો. ઉપરાંત 200 મીટર ઉંડા થયેલા આ અભ્યાસમાં ચોમાસાની આગામી પેટર્ન અંગે પણ મહત્વપૂર્ણ માહિતી મળી છે. ઉપરાંત દરિયાના પેટાળમાં જે ફોશીલ સેલ સહિતની સ્થિતિ બની છે તેનો પણ અભ્યાસ કર્યો અને તે દર્શાવે છે કે ભારતનું ચોમાસુ હવે વધુ વરસાદ લાવનારૂ બની રહેશે. સમુદ્રમાં પાણીની સપાટી વધી રહી છે અને તેના કારણે વધુ વિસ્તારમાં વરાળની સ્થિતિ બનશે અને તે વધુ વરસાદ લાવશે તે પણ નિશ્ર્ચિત છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો