વાંકાનેરમાં 4.23 કરોડના ખર્ચે આધુનિક સુવિધાયુક્ત બસ સ્ટેન્ડ આકાર પામશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.04-06-2021

(અજય કાંજીયા દ્વારા) વાંકાનેરને રાજ્ય સરકારે નવા બસસ્ટેન્ડની ભેટ ધરી છે આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે બસસ્ટૅન્ડનું ઈ – ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ તકે પશુપાલન અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવાળીયા અને સાંસદ મોહનભાઈ કુંડારીયા ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્ય સરકાર વાંકાનેરને આધુનિક સુવિધાયુક્ત બસસ્ટેન્ડની ભેટ આપી છે, રૂપિયા 4.23 કરોડના ખર્ચે નિર્માણ થનાર વાંકાનેર એસટી બસ સ્ટેન્ડનું રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના પશુપાલન અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવાળીયા, મોહનભાઇ કુંડારીયાઅને સ્થાનિક અગ્રણીઓ કેસરીદેવસિંહજી ઝાલા,ધમભા ઝાલા, જિજ્ઞાસાબેન મેર વીગેરે હાજર રહ્યા હતા.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો