વેકસીન અંગે કુપ્રચાર-અંધશ્રદ્ધા ફેલાવનાર સામે પગલા લેવાશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.04-06-2021

ગ્રામીણ ક્ષેત્રમાં વેકસીન મુદે ફેલાતી ખોટી વાતોને ડામવા તૈયારી:નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલનો સંકેત: ખોટા પ્રચારની પત્રિકા છપાવનાર પણ સજાને પાત્ર: એપેડેમીક એકટમાં પૂરતી જોગવાઈ છે: ચેતવણી

ગુજરાતમાં કોરોના વેકસીનમાં ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્રોમાં જે રીતે અજ્ઞાનતા અને અંધશ્રદ્ધાથી લોકો રસી લેતા નથી અને વેકસીન અંગે કુપ્રચાર થાય છે તેની સામે હવે રાજય સરકારે આ પ્રકારના કુપ્રચાર કે અજ્ઞાન ફેલાવનાર સામે આકરા પગલા લેવાની જાહેરાત કરી છે. આજે નાયબ મુખ્યમંત્રી શ્રી નીતીન પટેલે એક વાતચીતમાં રાજ્યમાં એકતરફ કોરોનાની પીછે હઠ થઈ રહી છે.તો બીજી તરફ રાજય સરકાર રસીકરણ અભિયાન વેગવતું બનાવવા પ્રયત્નશીલ છે. ત્યારે રાજ્યમાં ખાસ કરીને રાજકોટમાં વેક્સીનેશન અંગે ખોટી અફવાઓ અને અંધશ્રદ્ધા ઉભી થઇ રહી છે. અને વેકસીન અંગે ગેરસમજ ઉભી કરવામાં આવી રહી છે.

આ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલને પૂછતાં તેમણે સ્પષ્ટ સંકેત આપ્યા હતાં કે કોરોના સામેની લડાઈમાં વેકસીન શ્રેષ્ઠ હથિયાર સાબિત થઈ રહ્યું છે.ત્યારે રસીકરણ અભિયાન ઉપર આ બધી અફવાઓ ઓછા સમજુ અને ધાર્મિક રીતે વેક્સિનને બીજી રિતે જોતા હોય તેના આધારે આવી કાન ભંભેરણી કરવામાં આવતી હોય છે.પરંતુ આવા અપપ્રચાર કરનારા લોકો સામે અમે કડક કાર્યવાહી કરીશું તેવી સ્પષ્ટતા કરી હતી. આ વેળાએ વધુમાં જણાવ્યું હતું કે આ બાબતે અમારી પાસે ઘણી માહિતી આવી છે.

જોકે દેશ અને રાજ્યની આવી વિપરીત પરિસ્થિતિમાં કેટલાક સમાજ, જ્ઞાતી અને વર્ગમાં અંધશ્રદ્ધાથી વેક્સિન નથી લેતા. કારણકે તેમાં કેટલાક લોકોએ અફવા ફેલાવી અંધશ્રદ્ધા વધારી છે કે કોરોનાની વેક્સિન લેવાથી તકલીફ થશે. એટલું જ નહીં કેટલાક વિસ્તારોનો ઉલ્લેખ કરી એવી ગેરસમજ ઉભી કરવામાં આવે છે કે અહિયા દર્શન કરો – બાધા રાખો આનાથી કોરોના નહી થાય આવી અફવા અને અંધશ્રદ્ધા ના કારણે નાગરિકો વેક્સિન લેતા નથી.પરંતુ રાજય સરકાર આ બાબતે ખુબજ ચિંતિત છે.અને ખોટી અફવાઓ તેમજ અંધશ્રદ્ધા ના આધારે આવી પ્રવૃત્તિઓ કરનાર તત્વો સામે સરકાર કાર્યવાહી હાથ ધરીશે તેવા સ્પષ્ટ સંકેત આપ્યા હતા.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો