ધો.10ના રિપિટર્સની પરીક્ષા તો લેવાશે જ

Students appear for the HSC exam as it begins in Thane on 21/02/2012 PIC BY - SAMEER MARKANDE

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.04-06-2021

રાજ્યમાં અત્યારે માસ પ્રમોશનને લઈને ચર્ચાઓએ વેગ પકડ્યો છે. હાલમાં ધોરણ 10 અને 12 ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા રદ્દ કરવાની ટ્વીટર પર માંગ ઉભી થઈ છે. રાજ્ય સરકારે રેગ્યુલર વિદ્યાર્થીઓની પરીક્ષા રદ્દ કરી પરંતુ રિપીટર માટે કોઈ નિર્ણય લીધો નથી. ધોરણ 10 માં 3.62 લાખ વિદ્યાર્થીઓએ રિપીટર માટે ફોર્મ ભર્યા હતા. ધોરણ 12 સાયન્સમાં 32400 વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હતા. સામાન્ય પ્રવાહમાં 97 હજાર રિપીટર વિદ્યાર્થીઓ નોંધાયા છે. રાજયમાં ધોરણ 10 અને 12 ના 4.91 લાખ વિદ્યાર્થીઓએની પરીક્ષા રદ્દ માટે માંગ કરાઈ છે. આ અગાઉ ગુજરાત બોર્ડની ધોરણ 12 ની પરીક્ષા રદ કરવામાં આવી છે. આ

ગાંધીનગર ખાતે આજે મળેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ અગાઉ ધોરણ 10 ની પરીક્ષાને પણ રદ કરવામાં આવી છે. પરંતુ આ દરમિયાન ધોરણ 10 અને 12 ના રીપીટર વિદ્યાર્થીઓની માંગ કરી છે.

ત્યારે, ધોરણ 10ના રિપીટર વિદ્યાર્થીઓએ ફરજીયાત પરીક્ષા આપવી જ પડશે. રેગ્યુલર વિદ્યાર્થીઓની જેમ રીપીટરને માસ પ્રમોશન મળશે નહીં. કોરોનાની પરિસ્થિતિ સુધર્યા બાદ રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે. માસ પ્રમોશન માટે રિપીટર વિદ્યાર્થીઓની ઉઠેલી માંગને સરકારે ન સ્વીકારી.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો