મોરબીના પ્રાથમિક શિક્ષકોના જી.પી.એફ. એકાઉન્ટ ખુલતાં વિકાસ અધિકારીને રજૂઆત

ઘણા બધા શિક્ષકોની જી.પી.એફ. કપાત છેલ્લા ત્રણવર્ષથી થતી ન હોવાથી ઈન્કમટેક્સમાં મોટી રકમ ભરવી પડે છે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.04-06-2021

મોરબી જિલ્લાની રચના વર્ષ -2013 માં થયેલ છે જેને આઠ વર્ષ જેટલો સમય થયો છે, વખતોવખત રજુઆત કરવા છતાં આજ દિન સુધી મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષકોના જી.પી.એફ. એકાઉન્ટ રાજકોટ ખાતે અને હળવદ તાલુકામાં સુરેન્દ્રનગર જિલ્લામાં અને આમરણ ચોવીસી વિસ્તારના ગામોના જામનગર ખાતે જુના જિલ્લાઓમાં હજુ સુધી ચાલતા હોય જી.પી.એફ. કપાત કરવામાં ફાઈનલ અને પાર્ટ ફાઈનલ ઉપાડમાં અને નિવૃત્તિના લાભો મેળવવામાં ખૂબજ મુશ્કેલીઓ પડે છે તેમજ અન્ય જિલ્લામાંથી મોરબી જિલ્લામાં જિલ્લા ફેર થઈને આવેલ શિક્ષકોના જી.પી.એફ.એકાઉન્ટ રાજકોટ ખાતે ખોલવાની ના પાડતા હોય ઘણા બધા શિક્ષકોની જી.પી.એફ. કપાત છેલ્લા ત્રણ વર્ષથી થતી ન હોય બચત થતી ન હોય ઇન્કમટેક્ષમાં મોટી રકમ

ભરવી પડે છે તેમજ મોરબી કે રાજકોટ જિલ્લામાં જી.પી.એફ. એકાઉન્ટ ઓપન થતા ન હોય અન્ય જિલ્લામાંથી શિક્ષકો પોતાનું જી.પી.એફ.એકાઉન્ટ પણ તબદીલ કરી શકતા નથી, શિક્ષકોને ખુબજ આર્થિક નુકસાન થાય છે, આવી અનેકાનેક મુશ્કેલીઓ હોય મોરબી જિલ્લામાં જ જી.પી.એફ. એકાઉન્ટ ઓપન કરવા માટે અથવા આ પ્રક્રિયામાં સમય લાગે એમ હોય તો જિલ્લા ફેરથી મોરબી આવેલ શિક્ષકોના જી.પી.એફ.એકાઉન્ટ રાજકોટ ખાતે ખોલવા માટે યોગ્ય કરવા દિનેશભાઈ વડસોલા, અધ્યક્ષ કિરણભાઈ કાચરોલા, મંત્રી પ્રદીપભાઈ કુહાડીયા, સિનિયર કાર્યાધ્યક્ષ હિતેશભાઈ ગોપાણી સંગઠન મંત્રી હિતેશભાઈ પાંચોટીયા પ્રચાર મંત્રી,સંદીપભાઈ લોરીયા અધ્યક્ષ મોરબી તાલુકા યુનિટ વગેરે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના કાર્યકરો દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને મળી રજુઆત કરેલ છે

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો