સાવધાન ભાજપ! સુપર ચાણક્યને સોંપાઇ શકે છે ગુજરાત કોંગ્રેસની કમાન

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.04-06-2021

પ.બંગાળમાં આખ્ખો ભાજપ તૂટી પડ્યો છતાં TMCનું તોડીને ત્રણ ન કરી શક્યો તેની પાછળનું ભેજું એવા પ્રશાંત કિશોરના આગમનની સંભાવના

ગુજરાતની રાજનીતિમાં વધુ એક નવા સમાચારે ચર્ચા જગાવી છે. ગુજરાતમાં કોંગ્રેસને લઈ સમાચાર સામે આવ્યા છે. બંગાળમાં મમતા બેનર્જીને જીત પાછળ એક નામ એવા પ્રશાંત કિશોરની પૂર્વ ટીમને લઈ સમાચાર સામે આવ્યા છે. પ્રશાંત કિશોરની ટીમને ગુજરાત કોંગ્રેસનું કેમ્પેઇન મળી શકે છે. પ્રશાંત કિશોર જે આઇ-પેક નામની કંપની સાથે કાર્યરત હતા. તે હવે ગુજરાતમાં કામગીરી કરી શકે છે. અને ગુજરાતમાં મૃતપાય થયેલી કોંગ્રેસને જીવંત કરવા પ્રયાસ કરવા આવી શકે છે. 2022ની ચૂંટણીમાં આઇ-પેકને ગુજરાતમાં કોંગ્રેસના પ્રચારની જવાબદારી મળી શકે છે. આ પ્રકારની સંસ્થા સાથે 2022માં એડીચોટીનું જોર લગાવશે. પશ્ચીમ બંગાળની ચૂટણીમાં તૂણમૂલ કોંગ્રેસના રણનીતિકાર પ્રશાંત કિશોરે ચૂંટણીના કામકાજમાંથી સન્યાસ લઈ લીધો છે. અને એક ન્યૂઝ ચેનલને ઈન્ટર્વ્યુમાં પ્રશાંત કિશોરે ભવિષ્યમાં ચૂંટણી પ્રચારની કામગીરી નહીં કરવાની પણ વાત કરી છે. સાથે અનેક પાર્ટીઓ માટે ચૂંટણી પ્રચારનું જે કામ પ્રશાંત કિશોર કરતા હતા.

પૂછવામાં આવ્યું કે, તેમણે સન્યાસ લેવાનો નિર્ણય કેમ કર્યો છે. તેના જવાબમાં કહ્યું કે, હું ક્યારેય આ કામ કરવા માગતો નહોતો. પરંતુ હું આવી ગયો હતો અને મેં મારા હિસ્સાનું કામ કરી દીધુ છે. મારાથી વધારે આઇ-પેકમાં હોશિયાર લોકો છે. અને તેઓ વધારે સારું કામ કરી રહ્યા છે. તો આગળ તે શું કરશે. તેના જવાબમાં કહ્યું કે, એ સમય આવશે ત્યારે ખબર પડશે.

કોંગ્રેસમાં ભારેલો અગ્નિ: જીત મળી હોવા છતા કર્ણાટક અને મધ્યપ્રદેશ જેવા મોટા રાજ્યમાંથી ભાજપે કોંગ્રેસ પાસેથી સત્તા છીનવી લીધી અને કોંગ્રેસ જોતી રહી ગઈ. કર્ણાટક અને મધ્યપ્રદેશ બાદ રાજસ્થાન કોંગ્રેસમાં પણ આગ લાગી હતી જે માંડ માંડ થાળે પડી ત્યા પંજાબ કોંગ્રેસનો વિવાદ સપાટી પર આવ્યો છે અને પંજાબની સાથે દિલ્લીમાં પણ જૂથવાદ ચરમસીમા પર પહોંચ્યો છે આવા સંજોગમાં પાર્ટી મોટા પાયે નિર્ણયો કરી શકે છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે કોંગ્રેસે દેશવ્યાપી મોટા બદલાવો કરવાનું મન બનાવી લીધું છે. કેટલાક રાજ્યોમાં પાર્ટીની અંદર જામેલી કોલ્ડવોરની સ્થિતીને ડામવા માટે કોંગ્રેસ મોટા પ્રમાણમાં પ્રદેશ પ્રમુખો અને વિપક્ષના નેતાઓ બદલી શકે છે. કારણ કે, હાલ પંજાબ,કર્ણાટક અને દિલ્લી કોંગ્રેસમાં જૂથવાદ ચરમસીમા પર પહોંચ્યો છે. પંજાબમાં અમરિંદરસિંહ અને સિદ્ધુનું જૂથ સામસામે છે તો કર્ણાટકમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ડી.કે. શિવકુમાર સામે અંદરખાને કેટલાક નેતાઓને વિરોધ છે. હાલ પંજાબના વિવાદને લઇ દિલ્લીમાં બેઠકોનો દોર ચાલી રહ્યો છે. આ વિવાદને ખાળવા માટે રાહુલ ગાંધી ખુદ મેદાને પડ્યા છે. રાહુલ ગાંધી પંજાબના ધારાસભ્યો સાથે વાત કરી રહ્યા છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો