કુવાડવા: જીયાણા પાસે હિટ એન્ડ રન: એકનું મોત

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.03-06-2021

(અજય કાંજીયાદ્વારા ) કુવાડવાના જીયાણા ગામ પાસે ડી.કે.એગ્રીફૂડ પાસે રોડ ઉપર અજાણ્યા કારમાં ચાલકે રાજકોટના કોળી આધેડની કાર સાથે ઠોકર મારી અકસ્માત કરતા આધેડને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ત્યાં તેનું મોત થયું છે. આ મામલે ઍરપોર્ટ પોલીસ મથકના સ્ટાફે અજાણ્યા કારના ચાલક સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, સંતકબીર રોડ પર રાજા રામ સોસાયટીમાં રહેતા ધવલભાઇ રમેશભાઇ સરવૈયા (કોળી) (ઉ.વ.29)એ ફરિયાદમાં જણાવ્યું હતું કે હું મારા પરીવાર સાથે રહું છું અને ઇમીટેશન ની મજુરી કામ કરી મારૂ ગુજરાન ચલાવુ છુ તથા મારા માતા-પિતા દર્શન પાર્કની બાજુમાં આરએમસી કવાર્ટર નં.739 બ્લોક -2,રૈયા રોડ,રાજકોટ ખાતે અલગ રહે છે.

ગઇકાલ સાંજના હું મારા ઘરે હાજર હતો ત્યારે સાંજના સમયે મારા મોબાઇલ પર મારા પિતા રમેશભાઇના ફોન પરથી ફોન આવેલ અને મને જણાવેલ કે આ નંબર વાળા વ્યક્તિને ઓળખો છો તેમ વાત કરતા મેં જણાવેલ કે આ ફોન વાળા મારા પિતા રમેશભાઇ છે.જેથી મને આ ફોન કરનાર વ્યક્તિ એ જણાવેલ કે તમારા પિતા રમેશભાઇનુ જીયાણા ગામ પાસે ડી.કે.એગ્રી ફુડ નામના કારખાના પાસે અકસ્માત થયેલ છે તેમ જણાવતા હું ત્યાં ગયેલ અને મેં જોયેલ તો મારા પિતા રમેશભાઇ લોહી-લુહાણ હાલતમાં ત્યાં પડેલ હતા.
જેમને મેં મારી સ્વિફટ ગાડીમાં રાજકોટ જી.ટી.શેઠ હોસ્પિટલમાં લઇ ગયેલ ત્યાં ફરજ પરના ડો . સા હેબે મને જણાવેલ કે તમારા પિતા રમેશભાઇને જમણા હાથ ના ખંભા ઉપર તથા જમણા પગના ગોઠણના ભાગે ફેકચર થયેલ છે તેમજ જમણી આંખની ઉપર કપાળ ના ભાગે ઇજા થયેલનું જણાવેલ છે બાદ અમો અમારા પિતા રમેશભાઇને વધુ સારવાર માટે સરકારી હોસ્પિટલ રાજકોટ ખાતે લઇ આવેલ અને ચાલુ સારવાર દરમ્યાન ફરજ પર ના તબીબે જોય તપાસી મૃતજાહેર કર્યા હતા.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો