કોરોનાનો શિકાર બનેલા બાળકોના આરોગ્યને મુદ્દે કેન્દ્રએ જાહેર કરી ગાઇડલાઇન્સ

Bihar, July 13 (ANI): A health worker collects a nasal sample from a child for COVID-19 test during the total lockdown imposed by the state government due to surge in COVID-19 cases, in Patna on Monday. (ANI Photo)

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.03-06-2021

કોરોનાની પહેલી લહેરથી વધુ ઘાતક બનેલી બીજી લહેરે દેશમાં બાળકોને પણ મોટા પ્રમાણમાં પ્રભાવિત કર્યા છે. જેને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે કોરોના સંક્રમણથી પ્રભાવિત થયેલા બાળકોની સારસંભાળ અને સંરક્ષણ માટે ખાસ ગાઇડલાઇન્સ જાહેર કરી છે. જે હેઠળ રાજ્યો, જિલ્લા અધિકારીઓ, પોલીસ, પંચાયતી રાજ અને સ્થાનિક સંસ્થાઓને જવાબદારી સોંપવામાં આવી છે. આ માટે સરકારે જાહેરનામામાં કહ્યું છે કે, આ મુદ્દે જે પગલા લેવામાં આવી રહ્યા છે તેમને મુખ્યધારામાં લાવવા, સુગમ બનાવવા જવાબદાર લોકોને નિશ્વિત કરવામાં આવે જેથી આ મહામારી દરમિયાન બાળકોના આરોગ્યને જાળવી શકાય.

રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગે સુપ્રીમ કોર્ટમાં એક સોંગદનામામાં જણાવ્યું છે કે રાજ્યો પાસેથી મળેલી માહિતી મુજબ દેશમાં 9346 બાળકો એવા છે જે ઘાતક મહામારીને લીધે માતા કે પિતા બેમાંથી એકને ગુમાવી બેઠા છે જ્યારે 1700થી વધુ એવા બાળકો છે જે માતા-પિતા બંનેને ગુમાવી બેઠા છે.

દેશમાં બાળકોના આરોગ્ય મુદ્દે સરકારે બહાર પાડેલી ગાઇડલાઇન્સ મુજબ, રાજ્ય સરકારોએ સર્વેક્ષણ અને સંપર્કના માધ્યમથી સંકટગ્રસ્ત બાળકોની ઓળખ કરવાની રહેશે અને દરેક બાળકની પ્રોફાઇલ સાથે ડેટા તૈયાર કરવાનો રહેશે. બાળકોની ખાસ જરુરિયાતોને ઓળખીને તે લખવી પડશે અને ટ્રેક ચાઇલ્ડ પોર્ટલ પર અપલોડ કરવી પડશે.

આ સાથે ગાઇડલાઇન્સમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, જે બાળકોના માતા-પિતા કોરોનાથી સંક્રમિત છે અને અન્ય પરિવારજનો મદદ માટે હાજર નથી એવા બાળકોની દેખરેખ માટે સંસ્થાઓને જવાબદારી સોંપવામાં આવે. આવા બાળકોને જરુર તમામ મદદ મળી રહે.

આ સિવાય રાજ્ય સરકારોને એક સ્થાનિક હેલ્પલાઇન નંબર જાહેર કરવા કહેવામાં આવ્યું છે જેની પર નિષ્ણાંતો તણાવગ્રસ્ત બાળકોને મદદ કરી શકે. આ માટેની તમામ જવાબદારી જિલ્લા અધિકારીને સોંપવામાં આવી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો