વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે હિમોડાયાલિસિસ સેન્ટરનો પ્રારંભ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.02-06-2021

(અજય કાંજીયા દ્વારા) તા. 31-5-21 ના રોજ સરકારી હોસ્પિટલ વાંકાનેર ખાતે હિમો ડાયાલીસીસ સેન્ટરનો શુભારંભ કરવામાં આવ્યો છે. જે હિમોડાયાલિસિસ સેન્ટર ખાતે કુલ 6 મશીન ઉપલબ્ધ છે. અને વાંકાનેર વિસ્તારના દર્દીઓને આ સેન્ટરનો લાભ મળશે. આ સેન્ટરનો શુભારંભ દીપ પ્રાગટ્ય સરકારી હોસ્પિટલ વાંકાનેરના અધિક્ષક ડો. ફાલ્ગુની કે. ત્રિવેદી દ્વારા કરવામાં આવેલ છે. તેમજ આ સુભારંભમાં સરકારી હોસ્પિટલ વણાંકનેરના આર.એમ.ઓ., તાબીબી અધિકારીઓ, નર્સિંગ સ્ટાફ, ડાયાલીસીસ સેન્ટરના ટેકનીશીયન તેમજ અન્ય પેરામેડિકલ સ્ટાફ અને ડાયાલિસિસના દર્દીઓ હાજર રહેલ હતા.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો