કંસારા ઉત્કર્ષ સેવા સંસ્થાનના પ્રમુખ સુરેશભાઈ ગોરખીયાનું દુઃખદ અવસાન

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.02-06-2021

અમદાવાદ: સમસ્ત કંસારા સમાજના ઉપપ્રમુખ અને શ્રી કંસારા ઉત્કર્ષ સેવા સંસ્થાનના પ્રમુખશ્રી સુરેશભાઈ ગોરખીયાનું ગઈ કાલે તા.1-6-2021 ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. કંસારા સમાજે એક જ મહિનામાં મોટા અગ્રણીઓ ખોયા છે પહેલા રાજેશભાઈ બાદ કંસારા સમાજના ઉપપ્રમુખનું અવસાન થતા સમસ્ત કંસારા સમાજમાં શોકની લાગણી છવાઈ છે. કંસારા સમાજના વિકાસ માટે તેઓ ખુબ સક્રિય રહ્યા હતા. ભવિષ્ય્માં પણ સમાજના હિત માટેની અનેક ભાવિ યોજનાઓ પર પણ કામ કરી રહ્યા છે. કંસારા સમાજ તેમના યોગદાન બદલ હંમેશા ઋણી રહેશે, પંચમહાભૂતમાં વિલય પામનાર સુરેશભાઈ વૃજલાલ ગોરખીયાની દિવ્ય આત્માને પરમકૃપાળુ પરમાત્મા પરમ શાંતિ અર્પે તેમજ તેમના પરિવારજનોને આધાત સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાથના સાથે દિવ્યક્રાંતિ મીડિયા હાર્દિક શ્રદ્ધાસુમન અર્પણ કરે છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો