કોંગ્રેસ પાર્ટીમાં વર્ષો બાદ આટલો મોટો બદલાવ થશે, ગુજરાતમાં પણ બદલાશે નેતૃત્વ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.02-06-2021

2014 લોકસભાની ચૂંટણી બાદ દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એટલે કે કોંગ્રેસની સ્થિતિ ડામાડોળ થઈ ગઈ છે. 2014માં સામાન્ય ચૂંટણીમાં સફાયો થયા બાદ મોટા ભાગના રાજ્યોમાં કોંગ્રેસે સત્તા ગુમાવી હતી. કોંગ્રેસની સતત હાર બાદ 2018નું વર્ષ પાર્ટી માટે આશાનું કિરણ બનીને સામે આવ્યું. રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ જેવી હિન્દી હાર્ટલેન્ડમાં વિજય મેળવીને ફરી એક વખત કોંગ્રેસ ઊભી થવા લાગી. જોકે, કોંગ્રેસની આ જીત ક્ષણિક બની રહી 2019ની સામાન્ય ચૂંટણીમાં તો પાર્ટીની હાર થઈ પરંતુ આ સમયગાળામં જીતેલા રાજ્યો પણ કોંગ્રેસ પાર્ટીના હાથમાંથી સરકવા લાગ્યા.

કોંગ્રેસમાં ભારેલો અગ્નિ: જીત મળી હોવા છતા કર્ણાટક અને મધ્યપ્રદેશ જેવા મોટા રાજ્યમાંથી ભાજપે કોંગ્રેસ પાસેથી સત્તા છીનવી લીધી અને કોંગ્રેસ જોતી રહી ગઈ. કર્ણાટક અને મધ્યપ્રદેશ બાદ રાજસ્થાન કોંગ્રેસમાં પણ આગ લાગી હતી જે માંડ માંડ થાળે પડી ત્યા પંજાબ કોંગ્રેસનો વિવાદ સપાટી પર આવ્યો છે અને પંજાબની સાથે દિલ્લીમાં પણ જૂથવાદ ચરમસીમા પર પહોંચ્યો છે આવા સંજોગમાં પાર્ટી મોટા પાયે નિર્ણયો કરી શકે છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો