મોરબી: ભારતી વિદ્યાલયની પ્રેરણાદાયી પહેલ, કોરોનામાં માતા-પિતા ગુમાવનાર વિદ્યાર્થીને વિનામુલ્યે શિક્ષણ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.02-06-2021

મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલી ભારતી વિદ્યાલયના પ્રમુખ દ્વારા કોરોનામા માતા-પિતા ગુમાવ્યા હોય તેવા વિદ્યાર્થીઓએ માટે મફત શિક્ષણ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે અને આ શાળામાં ધો.1 થી 12 સુધીનો અભ્યાસ કરાવવામાં આવતો હોય જે કોઈ વિદ્યાર્થીના વાલીઓ કોરોનામાં અવસાન પામેલા હોય તેના અન્ય પરિવરજનોએ શાળાનો સંપર્ક કરવા માટે પ્રમુખે જણાવ્યુ છે.

છેલ્લા 33 વર્ષ થી મોરબી- 2 વિસ્તારમાં ગિરિરાજ સોસાયટી નજીક ઉમા ટાઉનશીપ પાસે ભારતી વિદ્યાલય શાળા ચાલુ છે જેના સ્થાપક લાલજીભાઈ મહેતા તેમજ પ્રમુખ હિતેષભાઇ મહેતા છે જેઓ શૈક્ષણિક સંસ્થા તેમજ અન્ય સામાજિક સંસ્થા સાથે જોડાયેલા છે અને કોરોનાની આ ગંભીર મહામારીમા ઘણા વ્યવસાયને નુકસાન થયેલું છે તેમજ ઘણા બાળકોનું શિક્ષણ કાર્ય પણ ઠપ થયેલું છે જેનું એક કારણએ પણ છે

કે તેમણે આ મહામારીમા તેમના ઘરના સદસ્ય તેમના માતા અને પિતાને ગુમાવ્યા છે ત્યારે આવા જરૂરિયાતમંદ વિદ્યાર્થીને મદદરૂપ થવા માટે શાળા પ્રમુખ હિતેષભાઇ મહેતાએ પહેલ કરી છે. આવા બાળકોનું શિક્ષણ કાર્ય બંધ ન થાય તે માટે ધોરણ 1 થી 12 શાળામાં જ્યાં સુધી અભ્યાસ છે ત્યાં સુધી શૈક્ષણિક ફી માફ કરવાનું નક્કી કરેલ છે અને શાળા પ્રમુખ હિતેષભાઇ મહેતાએ જણાવ્યુ છે કે,

આ સંસ્થામાં દર વર્ષે આશરે 40 થી 50 જેટલા બાળકો મફત શિક્ષણ મેળવી રહ્યા છે અને આવા બાળકો જો કોઈના ધ્યાનમાં હોય તો કોઈ પણ સમયે શાળાનો સંપર્ક કરીને વિદ્યાર્થી ભાવિ ઉજવળ બનાવવા માટે સહયોગ આપવા લોકોને અપીલ કરેલ છે અને સંસ્થાના પ્રમુખ હિતેષભાઇ મહેતાના મોબાઈલ નંબર 99789 83986 અને 98255 83986 ઉપર સંપર્ક કરવા જણાવ્યુ છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો