ભાડૂઆતો માટે મહત્વના સમાચાર, મોદી સરકારે લીધો આ મોટો નિર્ણય

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.02-06-2021

મોડેલ ટેનેન્સી અંતર્ગત હવે દરેક રાજ્યમાં ઓથોરીટી તૈયાર કરવામાં આવશે, જેનાથી રેન્ટલ હાઉસિંગથી જોડાયેલા દરેક મામલાની સુનાવણી અને નિવારણ આવી શકે

ભાડૂઆત અને રેન્ટલ ક્ષેત્રથી જોડાયેલા તમામ લોકો માટે એક મોટા સમાચાર

મોડેલ ટેનેન્સી એક્ટ હવે દરેક રાજ્યોમાં લાગુ

ખાલી પડેલ મકાનોને ભાડૂઆત માટે ખોલવાની ઝુંબેશ શરૂ કરવામાં આવશે

ભાડૂઆત અને રેન્ટલ ક્ષેત્રથી જોડાયેલા તમામ લોકો માટે એક મોટા સમાચાર: ભાડૂઆત અને રેન્ટલ ક્ષેત્રથી જોડાયેલા તમામ લોકો માટે એક મોટા સમાચાર છે. બુધવારે PM મોદીની અધ્યક્ષતામાં થયેલ કેબિનેટ બેઠકમાં મોડેલ ટેનેન્સી એક્ટને મંજૂરી આપવામાં આવી છે. આ એક્ટ લાગુ પડ્યા બાદ દરેક રાજ્યમાં અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં રેન્ટથી જોડાયેલ તમામ નિયમોમાં ફેરફાર થઈ શકે છે. આ ઉપરાંત રાજ્યમાં આ એક્ટને લગતા નવા નિયમો રચવા માટે પણ કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે. સરકારે કહ્યું છે કે આ નિયમ લાગુ પડી ગયા બાદ રેન્ટલ હાઉસિંગ સેક્ટરને ઘણી મદદ મળશે.

મોડેલ ટેનેન્સી એક્ટ હવે દરેક રાજ્યોમાં લાગુ: મોડેલ ટેનેન્સી એક્ટ અંતર્ગત હવે રાજ્યોમાં એક વિભાગ અથવા ઓથોરીટી પણ તૈયાર થઈ શકશે, જેની મદદથી રેન્ટલ હાઉસિંગથી જોડાયેલા દરેક મામલાની સુનાવણી અને નિવારણ આવી શકે. વધુમાં સરકારે કહ્યું કે આ નવા કાયદાને કારણે ક્ષેત્રમાં કાનૂન વ્યવસ્થા સુધારવા માટે ઘણી મદદ મળી રહેશે. આ નિયમમાં સરકારે ઘરવિહોણાના મુદ્દાને પણ ધ્યાનમાં રાખ્યો છે.

ખાલી પડેલ મકાનોને ભાડૂઆત માટે ખોલવાની ઝુંબેશ શરૂ કરવામાં આવશે: કેન્દ્ર સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે દરેક વર્ગના લોકો માટે ભાડાના ઘર માટે પૂરતા આવાસ પણ  બનાવવામાં આવશે. સરકારના જણાવ્યા અનુસાર ધીમે ધીમે ભાડાના મકાનોની યોજનાને સારો એવો પ્રતિસાદ પણ મળશે. માનવામાં આવે છે કે આ કાયદો લાવવા માટે ઘણા વખતથી ચર્ચા ચાલી રહી હતી. ઘણા જાણકાર લોકો પહેલાના નિયમમાં બદલાવ લાવવાની માંગણીઓ પર કરી રહ્યા હતા. મોડેલ ટેનેન્સી લાગુ પડી ગયા બાદ સરકાર પાસે ખાલી પડેલ મકાનોને ભાડૂઆત માટે ખોલવાની ઝુંબેશ શરૂ કરવામાં આવશે. સરકારને આશા છે કે ઘરની અછતને દૂર કરવા માટે આ નિયમથી એક બિઝનેસ મોડેલ તરીકે પણ લઈ શકાય છે. જેના કારણે પ્રાઇવેટ સેક્ટર સાથે ભાગીદારી પણ વધશે. માનવામાં આવે છે કે આ નિયમમાં ભાડૂઆત અને મકાન માલિકો માટે પણ નવા નિયમો પણ સામેલ કર્યા છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો