મોરબી પોલીસે ડુપ્લિકેટ રેમડેસીવીર વેંચનારી મહિલા નર્સને પકડી: કુલ 26 આરોપી પકડાયા, ચારની હજુ શોધખોળ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.02-06-2021

ડુપ્લિકેટ રેમડેસીવીર ઇન્જેકશનના કૌભાંડમાં મોરબીની પોલીસ દ્વારા અત્યાર સુધીમાં મોરબી, અમદાવાદ, સુરત, મુંબઈ, વાપી અને એમપીના કુલ મળીને 26 શખ્સોને હસ્તગત કર્યા છે અને છેલ્લે પોલીસે કડાયેલા ડુપ્લિકેટ રેમડેસીવીર ઇન્જેકશન વેચનારી મહિલા નર્સને પકડી હતી અને તેના બે દિવસના રિમાન્ડ મેળવીને તપાસ કરી હતી ત્યારે મહિલા નર્સ એક હજારના કમિશન માટે ડુપ્લિકેટ રેમડેસીવીર ઇન્જેકશન વેંચતી હતી અને હાલમાં તેને જેલ હવાલે કરવામાં આવી છે અને આ ગુનામાં હજુ ચાર આરોપીને પકડવાના બાકી છે તેવું જાણવા મળેલ છે. જિલ્લા એલસીબીની ટીમે રાજ્ય વ્યાપી ડુપ્લિકેટ રેમડેસીવીર ઇન્જેકશનનું કૌભાંડ પકડાયું હતું જેની તપાસ દરમ્યાન આ કૌભાંડ આંતર રાજ્ય કૌભાંડ હોવાના સંકેતો સામે આવ્યા હતા અને પોલીસે ત્રણ આરોપીની એમપીમાથી ધરપકડ કઈ હતી અને ધીમેધીમે અત્યાર સુધીમાં પોલીસે મોરબી, અમદાવાદ, સુરત, મુંબઈ, વાપી અને એમપીના કુલ મળીને 25 જેટલા આરોપીને પકડ્યા હતા બાદમાં છેલ્લે અમદાવાદનાં રિંગ રોડ ઉપર અંબર ટાવરમાં રહેતી મહિલા નર્સ રૂહીબેન અનવરઅલી પઠાણ (41) વાળીની ધરપકડ કરી હતી અને તેના બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા જે રિમાન્ડ પૂરા થતાં મહિલા નર્સને જેલ હવાલે કરવામાં આવી છે.ડુપ્લિકેટ રેમડેસીવીર ઇન્જેકશન કૌભાંડમાં અગાઉ પકડાયેલા આરોપીમાથી મહોમદ સુભાન મહોમદસયદ પટણી રહે સરખેજ રોડ, અમદાવાદ વાળા પાસેથી આ મહિલા નર્સ ડુપ્લિકેટ રેમડેસીવીર ઇન્જેકશન 5500 માં લેતી હતી અને દર્દીઓને 6500 માં આપતી હતી એટલે કે ડુપ્લિકેટ રેમડેસીવીર ઇન્જેકશનમાં એક ઇન્જેકશન ઉપર એક હજારનું કમિશન લેવા માટે આ નર્સ દ્વારા ડુપ્લિકેટ રેમડેસીવીર ઇન્જેકશન વેચવામાં આવતા હતા વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અત્યાર સુધીમાં કુલ મળીને મહિલા સહિત 26 આરોપીઓને ડુપ્લિકેટ રેમડેસીવીર ઇન્જેકશનના કાંડમાં પકડવામાં આવેલ છે અને હજુ આ ગુનામાં કલ્પેશ પ્રજાપતિ, કૌશલનો ડ્રાઈવર સિરાજ અને એમપીના બે શ્ખ્સ એમ કુલ મળીને ચાર આરોપીને પકડવાના બાકી છે જેને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો