ફી વસુલવા દબાણ કરતી ખાનગી શાળાઓને રોકો : કલેકટરને આવેદન

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.02-06-2021

રાજકોટ, હજુ સરકાર દ્વારા સત્તાવાર રીતે નવા શૈક્ષણિક સત્રની જાહેરાત કરવામાં આવી નથી. ત્યારે રાજકોટની અમુક શાળાઓ દ્વારા સ્કુલ ફી મુદ્દે વાલીઓને દબાણ કરવામાં આવી રહ્યાની સમસ્ત રાજકોટ વાલી મંડળ તરફથી કલેકટરને રજુઆત કરવામાં આવી છે.કલેકટરને પાઠવવામાં આવેલા આવેદનપત્ર મુજબ, રાજકોટની તમામ શાળાઓને 7 દિવસની અંદર જાહેર નોટીસ આપવામાં આવે કે વાલીને ફી ભરવા બાબતે નોટીસ આપવી નહી તથા ફીને કારણે બાળકનું શિક્ષણ અથવા એલ.સી.કે એડમીશન રોકવુ નહી ઉપરાંત સ્કુલ તરફથી શિક્ષણને લગતા સાહિત્ય વિદ્યાર્થીઓને ફરજીયાત પૂરા પાડવા. વાલીમંડળે આવેદનપત્રમાં નોંઘ્યુ છે કે શાળાએ ફી ન ભરેલા બાળકો સાથે કોઇપણ જાતનો ભેદભાવ કરવો નહી. શૈક્ષણિક સત્રની જાહેરાત પૂર્વે જ શાળાઓમાં ફી મામલે વલણનાં કારણે વાલીઓએ કલેકટરને યોગ્ય પગલા લેવાની માંગ કરી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો