આજથી યુ-ટયુબ વીડિયોથી થતી કમાણી પર લાગશે ટેક્સ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.1-06-2021

શું તમે એક યુ-ટયુબર છો ? જો તમારો જવાબ હા હોય તો આજથી તમારી કપાણીનો પૂરો હિસ્સો તમારા ખિસ્સામાં નહીં આવે. જો તમે પણ યુ-ટયુબ પર વીડિયો બનાવો છો અને એ તમારી કમાણીનું માધ્યમ છે તો આજથી તમને થનારી કમાણી પર ટેક્સ લાગશે. હવે યુ-ટયુબ ઉપર તમારે ટેક્સનું ચૂકવણું કરવું પડશે. જો કે અમેરિકાના ક્ધટેન્ટ ક્રિએટર્સ પર કોઈ ટેક્સ નહીં લાગે પરંતુ ભારત સહિત દુનિયાના તમામ ક્ધટેન્ટ ક્રિએટર્સને યુ-ટયુબથી થનારી કમાણી પર ટેક્સ લાગુ પડી જશે.

આજે દુનિયાભરમાં યુ-ટયુબ પર વીડિયો બનાવીને અપલોડ કરીને પૈસા કમાવવા બહુ સામાન્ય બની ગયા છે. ભારતમાં પણ લાખો લોકો એવા છે જે દરરોજ વીડિયો બનાવીને યુ-ટયુબ ઉપર અપલોડ કરે છે. અમુક લોકોએ તો તેને પોતાની નોકરી બનાવી લીધી છે. આવા લોકોને આજથી મોટો ઝટકો લાગવાનો છે.જો કે યુ-ટયુબરે એ વ્યુઝનો જ ટેક્સ ચૂકવવો પડશે જે તેને અમેરિકી વ્યુઅર્સ તરફથી મળ્યા છે. મતલબ કે જો તમારા વીડિયોને ભારતમાં વધુ અને અમેરિકામાં ઓછો જોવાયો છે તો આ વીડિયો પર ટેક્સ બહુ ઓછો આવશે અને જો ભારતમાં ઓછો અને અમેરિકામાં વધુ જોવાયો હશે તો ટેક્સ વધુ ચૂકવવો પડશે. અત્યાર સુધી કોઈ અન્ય દેશમાં યુ-ટયુબથી થનારી કમાણી પર ટેક્સ લગાવાયો નથી.

ટેક્સના દાયરામાં ભારતીય યુ-ટયુબ ક્ધટેન્ટ ક્રિએટર્સ પણ આવશે જેણે કમાણી પર 24 ટકા પ્રતિ મહિનાના હિસાબથી ટેક્સ ચૂકવવો પડશે. યુ-ટયુબ ક્ધટેન્ટ ક્રિએટર્સે 31 મહે પહેલાં કમાણીનો ખુલાસો કરવાનો હતો એટલે જે ક્રિએટર્સે ખુલાસો કરી દીધો છે તેની પાસેથી 15 ટકાના હિસાબથી ટેક્સ વસૂલવામાં આવશે અને જો 31 મે સુધી કમાણીનો ખુલાસો નહીં થયો હોય તો કંપની 24 ટકા ટેક્સ વસૂલશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો