વાંકાનેર : કેફી પ્રવાહી સાથે બાઇકચાલક પકડાયો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.1-06-2021

(અલ્પેશ માંડવીયા દ્વારા) વાંકાનેર તાલુકાના ઢુવા ગામમાં પોલીસ દ્વારા કેફી પ્રવાહી સાથે બાઇકચાલકને પકડી પાડવામાં આવ્યો છે. ગઈકાલે તા. 31ના રોજ ઢુવા ગામમાં શકિતરાજ પાન પાછળ વરમોરા સીરામીકની પાછળથી સુરાભાઇ હીરાભાઇ માથાસુરીયાને સ્પ્લેન્ડર મોટર સાયકલ નં.-GJ-04-AA-9186માં કેફી પ્રવાહી 37 લીટર (કિં.રૂ. 740) લઇ જતા પકડી પાડવામાં આવ્યો છે. આરોપી સુરાએ કેફી પ્રવાહી તુલશીભાઇ ગોરાભાઇ ચાવડા પાસેથી વેચાણ કરવાના ઇરાદે લીધું હતું. હાલમાં પોલીસે બંને આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ મુજબ વાંકાનેર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો