શું ત્રીજી લહેર આવી ગઈ? અહીં 8000 બાળકોને કોરોના થયાની પુષ્ટિ થતા ખળભળાટ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.1-06-2021

મહારાષ્ટ્રના અહમદનગર શહેરમાં 8000 બાળકો કોરોના સંક્રમિત થતા રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરની આશંકા પ્રબળ બની છે.

મહારાષ્ટ્રના અહમદનગરમાં મે મહિનામાં 8000 બાળકો કોરોના સંક્રમિત થયા

રાજ્યમાં  કોરોનાની ત્રીજી લહેરની આશંકા પ્રબળ બની

સાંગલી શહેરમાં બાળકો માટે અલાયદો કોવિડ વોર્ડ બનાવાયો

આ ઘટનાની ખળભળી ઉઠેલી રાજ્ય સરકારે સાંગલી શહેરમાં બાળકો માટે અલાયદો કોવિડ વોર્ડ બનાવ્યો છે. હાલમાં થોડા બાળકોની આ વોર્ડમાં સારવાર ચાલી રહી છે અને બીજા પણ બાળકોની સારવાર માટે સુવિધા શરુ કરવામાં આવી રહી છે. મહારાષ્ટ્ર સરકારના સૂત્રોએ જણાવ્યું કે જુલાઈ કે ઓગસ્ટની શરુઆતમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેર આવી શકે છે.

બાળકો માટે અલાયદો કોવિડ વોર્ડ બનાવાયો

કોર્પોરેટર અભિષેક ભોસલેએ જણાવ્યું કે અમે બાળકો માટે કોવિડ વોર્ડ તૈયાર કર્યો છે જેથી કરીને જ્યારે પણ કોરોનાની ત્રીજી લહેર આવે ત્યારે તેને પહોંચી વળાય. બાળકોને હોસ્પિટલ નહીં પરંતુ ઘર જેવું લાગે તેવું વાતાવરણ બનાવવાનો અમારો પ્રયાસ છે. જિલ્લા વહિવટી તંત્ર દ્વારા બાળ રોગ નિષ્ણાંતોને પણ તૈયાર રાખવામાં આવી રહ્યાં છે. અહમદનગર જિલ્લા ચીફ રાજેન્દ્ર ભોસલેએ જણાવ્યું કે મે મહિનામાં 8000 બાળકો કોરોના પોઝિટીવ થયા છે. આ ઘણું ચિંતાજનક છે.

સંભવિત ત્રીજી લહેરમાં 45 હજાર નવા કેસ સામે આવી શકે છે

ભારત કોરોનાની બીજી લહેર સામે ઝઝૂમી રહ્યો છે. એવામાં કોરોના પર IIT દિલ્હીના રિપોર્ટે કેજરીવાલ અને કેન્દ્ર સરકારની ચિંતા વધારી છે. આ રિપોર્ટ અનુસાર દિલ્હીમાં ત્રીજી લહેર વધુ ખતરનાક સાબિત થઈ શકે છે. આટલું જ નહીં અહીં દરરોજ 45 હજાર નવા કેસ સામે આવી શકે છે. આ ઉપરાંત દરરોજ 9000 લોકોને એડમિટ કરવા પડી શકે છે. IIT દિલ્હી રિવ્યૂ એન્ડ રિકમેન્ડેશન ફોર મેનેજમેન્ટ ઓફ ઓક્સિજન ડ્યૂરિંગ કોવિડ ક્રાઈસિસ ફોર GNCTD એ ત્રણ સ્થિતિઓનો ઉલ્લેખ કરતા પોતાનો રિપોર્ટ જાહેર કર્યો છે. પહેલી સ્થિતિમાં બીજી લહેર જેવી પરિસ્થિતિઓ રહેવા પર દર્દીઓની સંખ્યા, હોસ્પિટલોમાં દાખલ થનાર લોકોની સંખ્યા અને ઓક્સિજનની જરૂરીયાતનું અનુમાન લગાવવામાં આવ્યું છે. ત્યાં જ બીજી સ્થિતિ સંક્રમિતોના આંકડામાં 30% વૃદ્ધિ બાદની જરૂરિયાકો પર આધારિત છે. જ્યારે ત્રીજી સ્થિતિ નવા મામલાના 60% વધવાની છે. આ સ્થિતિમાં દરરોજ 45000 સુધી નવા કેસ મળવાનું અનુમાન છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો