શું તમે PayTMનો ઉપયોગ કરો છો ? તો સાવધાન

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.1-06-2021

આજકાલ ટેકનોલોજી અને ડિજીટલ યુગ ચાલી રહ્યો છે. લોકો આધુનિક તો થઈ રહ્યા છે. પરંતુ તેની સાથે બેદરકાર પણ થઈ રહ્યા છે. ડિજીટલ યુગમાં ફાયદાની સાથે સાથે નુકસાન પણ ખુબ જ વધારે પ્રમાણમાં થઈ રહ્યું છે. ભારતમાં કોરોના મહામારી આવી તેના પહેલાથી જ ડિજીટલ પેમેન્ટ ખુબ જ બમ પર રહ્યું છે અને લોકડાઉન બાદ જ્યારે મોટા ભાગના લોકો ઘરે જ છે ત્યારે ડિજીટલ પેમેન્ટની અંદર વધુ ઉછાળો જોવામાં આવ્યો હતો. જેમ જેમ ડિજિટલ પેમેન્ટ ભારતની અંદર વધ્યું હતું તેમ તેમ સાયબર ક્રાઇમના કિસ્સા પણ વધ્યા છે. જેની અંદર હેકર્સ દ્વારા યુઝર્સના પૈસાને ખોટી રીતે મેળવી લેવામાં આવે છે. તેની અંદર તાજેતરમાં એક સ્કેમ ફરી રહ્યો છે. જેની અંદર પ્રખ્યાત પેમેન્ટ એપ પેટીએમના નામનો ઉપીયોગ કરવામાં આવે છે અને તેના નામ પર યુઝર્સને કેશબેકની ઓફર આપવામાં આવે છે. આ સ્કેમ ની અંદર મુખ્યત્વે એવા લોકો ને ટાર્ગેટ કરવા માં આવે છે કે જેઓને નથી ખબર કે પિશીંગ સાઇટ્સ કઈ રીતે કામ કરે છે. આ સ્કેમની અંદર યુઝર્સને એક બ્રાઉઝર નોટિફિકેશન મોકલવામાં આવે છે અને જયારે યુઝર્સ દ્વારા તેના પર ક્લિક કરવા માં આવે છે ત્યાર પછી તેઓ ને એક ખોટી પેટીએમ કેશબેકની વેબસાઈટ પર લઇ જવા માં આવે છે. અને અમે જયારે તપાસ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે આ પ્રકાર ની સાઇટ્ અત્યારે ચાલુ છે અને એ મોબાઈલ બ્રાઉઝર પર ચાલી પણ રહી છે. જોકે રિપોર્ટની અંદર તે જણાવવા માં આવ્યું ન હતું કે નોટિફિકેશન ને કઈ વેબસાઈટ પર થી ડિલિવર કરવા માં આવેલ છે. કેમ કે ક્રોમ ની અંદર યુઝર્સ ને નોટિફિકેશન મોકલતા પહેલા તેમની પરવાનગી લેવી જરૂરી છે. જેનો અર્થ એ થાય છે કે આ નોટિફિકેશન ને કોઈ બીજી લેજીટીમેટ વેબસાઈટ તરીકે મોકલવા માં આવે છે. અથવા કોઈ એવી વેબસાઈટ છે કે જેને યુઝર્સ દ્વારા ભરોસો કરી અને પરવાનગી આપવા માં આવેલ છે. આથી યુઝર્સે હંમેશા ઓફિશ્યિલ એપ્સનો જ ઉપયોગ કરવો બિનજરૂરી ઓફરની લાલચમાં કોઈપણ લિંક પર ક્લિક કરવી નહિ આ ફિશિંગ સાઈટથી તમારા ડેટા, નાણાં વગેરેનું જોખમ રહેલું છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો