રૂપાણી સરકાર પર હાઈકોર્ટ ઑન ફાયર

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.1-06-2021

ગુજરાતને કોરોનાની બીજી લહેર ધમરોળી રહી છે, ત્યાં થોડા મહિનામાં ત્રીજી લહેર પણ ત્રાટકશે. ત્યારે આવામાં ગુજરાત સરકાર દ્વારા લેવાતા પગલા પર અનેક સવાલો ઉઠી રહ્યાં છે. આવામાં હાઈકોર્ટે સરકાર પર લાલ આઁખ કરી છે. ગુજરાતમાં મ્યુકોરમાઈકોસિસની સારવાર તથા ફાયર સેફ્ટી માટે આજે હાઈકોર્ટમાં દાખલ થયેલી સુઓમોટો અરજી પર સુનાવણી શરૂ થઈ છે. જેમાં હાઈકોર્ટે આકરા શબ્દોમાં ગુજરાત સરકારની ઝાટકણી કાઢી છે. મ્યુકોરમાઇકોસિસના કેસ તેમજ મૃત્યુ આંક સામે ગુજરાત હાઇકોર્ટમાં થયેલી જાહેરહિતની અરજી મામલે અરજદારે રજૂઆત કરી કે, રાજ્યમાં મ્યુકોરમાઇકોસિસની સારવાર માટે જરૂરી ઈન્જેક્શનની અછત છે. સાથે જ અરજદારે ઈન્જેક્શનની બાબતોને નોડલ ઓફિસર હેન્ડલના કરી શકતા હોવાનું પણ હાઈકોર્ટમા રજૂઆત કરી. તેમણે કહ્યું કે, રાજ્ય સરકારની ઈન્જેક્શન અંગેની નીતિમાં સ્પષ્ટતા નથી. રાજ્યમાં કેટલા દર્દી છે અને કેટલાના મોત થયા તે જાહેર કરવામાં આવે. સમગ્ર દેશમાં ગુજરાતમાં સૌથી વધુ કેસ સાથે 250 લોકોના મોત થયા છે. તેમજ રાજ્યમાં મ્યુકોરમાઇકોસિસના દર્દીઓની સારવાર ફ્રી કરવામાં આવે. ત્યારે આ મામલે ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી છે. ત્યારે આ મામલે વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે.

રાજ્યમાં ફાયર સેફ્ટીની યોગ્ય અમલવારી મામલે પણ ગુજરાત હાઇકોર્ટેમાં સુનવણી શરૂ થઈ છે. જેમાં ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને મહત્વપૂર્ણ સૂચન કર્યું કે, ફાયર સેફ્ટીનો અલગથી વિભાગ બનાવો. ફાયર સેફ્ટીથી લોકો અવગત નથી. લોકોને ફાયર સેફ્ટી શુ છે તે જ નથી ખબર. ફાયર સેફ્ટી અંગે લોકોમાં જાગૃતિ લાવવા પ્રયાસ કરો. તેમજ હાઈકોર્ટે ટકોર કરી કે, બીયું પરમિશન પર હોસ્પિટલ કેવી રીતે ચલાવી શકાય. ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકાર પર લાલ આંખ કરતા કહ્યું કે, સરકાર પાસે કોઈ ફાયર બીયું પરમિશનની માહિતી જ નથી. તમારી પાસે ટેક્સની વસૂલાત માટે ડેટા છે પણ ફાયર સેફ્ટી માટે નહિ. ઈમારતો અને એકમોને સીલ મારો છો, પણ કાર્યવાહી શું છે. તો સીલ મારવાનો મતલબ શું.

સાથે જ હાઈકોર્ટે કહ્યું કે, ફાયર સેફ્ટી માટે તકલીફ જ તકલીફ છે. સરકારી મિલકોતોમાં ફાયર સેફ્ટીનો અભાવ છે. જૂના અને નવા સચિવાલય અને પોલીસ ભવનમાં ફાયર સેફ્ટીનો અભાવ છે. ગુજરાત ફોરેન્સિક લેબમાં પણ ફાયર સેફ્ટીનો અભાવ છે. અમદાવાદમાં બીયું પરમિશન વગરની ઇમારતો વધતી જઈ રહી છે. શું આ વધતી ઇમારતો અને તેમાં બીયું પરમિશન નથી તેનો કોઈ આંકડો છે ખરો. 2002 માં શું સ્થિતિ અને 2021 ની સ્થિતિથી તમે અવગત છો. સીજી રોડ પર નર્સિંગ હોમ, શો રૂમમાં તબદીલ કર્યા. કડક કાયદા નથી તેથી લોકો કાયદાનું પાલન નથી કરતા.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો