કોરોના ઈફેક્ટ : મોરબીમાં સિરામીક ઉત્પાદન 35% ઘટ્યું : 200 એકમો ઠપ્પ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.1-06-2021

લોકડાઉન અને મીની લોકડાઉને આંતર રાજય વેપાર ભાંગ્યો : ગોડાઉનોમાં માલનો ભરાવો : અમુક યુનિટ મહિનામાં 1પ દિવસ જ ચાલે છે

વિશ્વ કક્ષાનો સિરામિક ઉદ્યોગ મોરબીની આસપાસના વિસ્તારમાં આવેલો છે. કોરોનાના કારણે દેશના જુદા જુદા રાજ્યમાં અંદર લોકડાઉન કે પછી આંશિક લોકડાઉન અમલમાં હોવાથી મોરબીના સિરામિક ઉદ્યોગની મુશ્કેલીઓ દિવસેને દિવસે વધી રહી છે અને સિરામિકની માંગમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે ના છૂટકે ઉદ્યોગકારો દ્વારા ઉત્પાદનમાં કાપ મૂકવામાં આવી રહ્યો છે અને કેટલાક કારખાનેદારો દ્વારા તેના કારખાના પણ બંધ કરવામાં આવી રહ્યા છે ત્યારે છેલ્લા બે મહિનામાં મોરબીથી સિરામિકની પ્રોડક્ટને દેશના જુદાજુદા રાજ્યમાં સપ્લાય કરવામાં આવતી હોય છે જો કે, લોકડાઉન કે પછી આંશિક લોકડાઉન અમલમાં હોવાથી વેપારીઓ દ્વારા માલની ડિમાન્ડ ઓછી કરવામાં આવી રહી છે જેના કારણે હાલમાં મોટાભાગના સિરામિક કારખાનાના ગોડાઉનો છલકાઈ રહ્યા છે ત્યારે લગભગ 200 જેટલા સિરામિક ઉદ્યોગકારોએ પોતાના કારખાનાને હાલ પૂરતા બંધ કર્યા છે અને મોટાભાગના કારખાનામાં લગભગ 35 ટકાથી વધુનો ઉત્પાદનમાં કાપ મૂકી દેવામાં આવેલ છે.

મોરબી સિરામિક વોલ ટાઇલ્સ એસો.ના પ્રમુખ નિલેષભાઈ જેતપરિયાએ જણાવ્યુ હતું કે, મોરબીના સિરામિક ઉદ્યોગમાં જેટલું સિરામિક પ્રોડક્ટનું ઉત્પાદન કરવામાં આવે છે તેમાંથી દેશના તમામ રાજ્યોમાં અને વિદેશમાં પણ માલ મોકલાવવામાં આવે છે જો કે, કર્ણાટક, તેલંગાણા, પશ્ચિમ બંગાળ, કેરળ, મહારાષ્ટ્ર સહિતનાં રાજ્યમાં હાલમાં લોકડાઉન કે પછી આંશિક લોકડાઉન અમલમાં છે જેથી ત્યાં સિરામિક પ્રોડ્કટની માંગમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે અને હાલમાં મોટાભાગના સિરામિક કારખાનામાં તૈયાર ગોડાઉન ભરાઈ ગયા છે ત્યારે મોરબીના લગભગ 200 જેટલા સિરામિક ઉદ્યોગકારોએ પોતાના કારખાને હાલ પૂરતા બંધ કર્યા છે અને ઘણા કારખાનેદારો માહિનામાં 15 દિવસ પોતાના કારખાના ચલવી રહ્યા છે અને જે કારખાના ચાલુ છે તેમાં લગભગ 35 ટકાથી વધુનો ઉત્પાદનમાં કાપ મૂકી દેવામાં આવેલ છે એટલે જ તો પહેલ દૈનિક 72 લાખ ક્યુબિક મીટર નેચરલ ગેસની સપ્લાઈ કરવામાં આવી રહી હતી તેની જગ્યાએ હાલમાં માત્ર 45 લાખ ક્યુબિક મીટર નેચરલ ગેસની સપ્લાઈ મોરબીમાં થાય છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો