ખેડૂતોની ચિંતામાં વધારો; 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.31-05-2021

રાજ્યમાં કોરોનાની મહામારી વચ્ચે કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. ત્યારે હવે ફરી એક વખત હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદની આગાહીને લઈને ખેડૂતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. ગુજરાતમાં દક્ષિણ અને પશ્ચિમના ગરમ પવનની અસરના કારણે રાજ્યના 11 શહેરોમાં તાપમાનનો પારો 38 ડિગ્રીને પાર કરી ગયો છે. આ જ કારણે હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકના સમયમાં સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરે છે.

સુરેન્દ્રનગર અને રાજકોટમાં ગરમીનો પારો 41.5 ડિગ્રી સુધી પહોંચ્યો હતો. ડીસામાં તાપમાનનો પારો 40.3 ડિગ્રી સુધી પહોંચ્યો છે, અમરેલીમાં 39.8, કંડલા એરપોર્ટમાં 39.7, કંડલા પોર્ટ પર 38.6, ગાંધીનગર-અમદાવાદમાં 38.5 ભુજ અને ભાવનગરમાં 38.4 અને વલ્લભવિદ્યાનગરમાં તાપમાનનો પારો 37.4 ડિગ્રી સુધી પહોંચ્યો છે. ગરમીનું પ્રમાણ વધતાં હવામાન વિભાગ દ્વારા વરસાદી ઝાપટાની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગે 24 કલાકમાં સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વરસાદની આગાહી કરતા સૌરાષ્ટ્રના ખેડૂતો ચિંતામાં ગરકાવ થઈ ગયા છે. કારણ કે, ખેડૂતોને અગાઉ થયેલી નુકસાનીનું વળતર મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યાં વધુ એક વખત હવામાન વિભાગ દ્વારા 24 કલાકમાં સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાની આગાહી કરવામાં આવી છે.

સરકારી હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પહેલી જુનથી દક્ષિણ-પશ્ચિમી હવા ધીરે ધીરે જોર પકડી શકે છે. જેને પગલે કેરળમાં વરસાદ સંબંધી ગતીવીધીમાં તેજી આવી શકે છે. જે જોતા કેરળમાં આગામી ત્રણ જુનની આસપાસ ચોમાસાનું આગમન થવાનું અનુમાન છે. આ ઉપરાંત આ વર્ષે ચોમાસુ કેવુ રહેશે તે અંગે પણ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગનુ કહેવુ છે કે આ વર્ષે દક્ષિણ-પશ્ચિમ મોનસૂન સામાન્ય રહેવાની શક્યતાઓ છે. જૂનથી લઇને સપ્ટેમ્બર સુધી વરસાદ પડવાની શક્યતાઓ છે. હવામાન વિભાગના એમ મહાપાત્રાએ કહ્યું હતું કે કર્ણાટક તટ પર સાઇક્લોનિક સર્ક્યૂલેશનને કારણે દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની ગતી પર અસર પડી છે.

આગામી પાંચ દિવસમાં પૂર્વોત્તર રાજ્યોમાં કેટલાક સ્થળોએ વરસાદ પડશે. કેરળમાં સામાન્ય રીતે પહેલી જુને ચોમાસાનું આગમન થતું હોય છે. જોકે એક દિવસ વહેલા શરૂ થવાનું અનુમાન હતું તેમાં હવે બે દિવસનું મોડુ થયુ છે. સાથે જ આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાનું અનુમાન છે.

ગુજરાતમાં ક્યારે ચોમાસાનો પ્રારંભ થશે?: હવામાન વિભાગ દ્વારા કરાયેલા આગાહીમાં ગુજરાતમાં 15 જૂનની આસપાસ ચોમાસાનો પ્રારંભ થવાની આગાહી વ્યક્ત કરાઈ છે, જેમાં સુરતમાં 13 જૂન, અમદાવાદમાં 14 જૂન, સુરેન્દ્રનગરમાં 15 જૂન અને ભૂજમાં 21 જૂનના રોજ ચોમાસાનો પ્રારંભ થવાની સંભાવના છે. આ પછી ચોમાસું ગુજરાતમાં સપ્ટેમ્બર 25 તારીખ સુધી રહેશે તેવી આગાહી કરવામાં આવી છે.જો 10 મે પછી કેરળના 14 કેન્દ્રો પર સતત બે દિવસ 2.5 મિલીમીટર કે તેનાથી વધારે વરસાદ થાય છે, તો બીજી દિવસે ચોમાસું આવવાની આગાહી કરવામાં આવે છે પાછલા તબક્કો પૂર્ણ થઈ ચૂક્યો છે. જોકે, તેની પાછળ કેટલાક માનકો પૂર્ણ થવા જરુરી છે. જેમાં નક્કી કોઓર્ડિનેટ્સ વચ્ચે હવાની ગતિ, આઉટગોઈંગ લોંગવેવ રેડિએશનના સ્તરનો સમાવેશ થાય છે. ચોમાસું ત્યારે શરુ થાય છે જ્યારે દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ પહેલીવાર કેરળના દક્ષિણ ભાગ સાથે ટકરાય છે, સામાન્ય રીતે જૂનના પહેલા અઠવાડિયામાં અને રાજસ્થાનથી સપ્ટેમ્બરમાં પાછળ ખસી જાય છે. આ વર્ષે ચોમાસું સામાન્ય રહેવાની સંભાવના 40% છે, જ્યારે હવામાનની 21% સંભાવના સામાન્ય કરતા ઉપર છે. આ સતત ત્રીજુ વર્ષ છે, જ્યારે હવામાન વિભાગ સારા વરસાદની ભવિષ્યવાણી કરી છે.

જસદણમાં વાદળછાયુ વાતાવરણ: જસદણ પંથકમાં આજે સવારે વાદળ છાયુ વાતાવરણ છવાઈ ગયું હતું ધણાં દીવસો થી ગરમી ઉકળાટ લોકો ત્રાહીમામ પોકારી ગયા છે હવે વાતાવરણમાં ઠંડક પ્રસરી એવી પાથના કરી હતી વહેલી સવારે વાદળો છવાઈ ગયા હતા સતત ગરમી ઉકળાટ વચ્ચે આજે વાદળો છવાઈ ગયા હતા.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો