હાઈકોર્ટમાં સોગંદનામું કર્યું ત્યારે ખબર પડી કે, ગાંધીનગરની આટલી સરકારી કચેરીમાં ફાયર સેફ્ટી જ નથી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.31-05-2021

ગાંધીનગર કોર્પોરેશનના ફાયર ઓફિસરે કરેલા સોગંદનામામાં થયો ખુલાસો, જૂના અને નવા સચિવાલય, પોલીસ ભવન જેવી કચેરીઓમાં પણ ફાયર સેફ્ટી નથી

ગુજરાતમાં ફાયર સેફટીની અમલવારીના વિવાદ બાદ હાઈકોર્ટ સમક્ષ થયેલા સોગંદનામામાં મોટો ખુલાસો થયો છે. સરકારી કચેરીઓની 40 ટકા ઇમારતોમાં ફાયર NOC નહીં હોવાનો સૌથી મોટો ખુલાસો થયો છે. ગાંધીનગર કોર્પોરેશનના ફાયર ઓફિસરે કરેલા સોગંદનામું કર્યું હતું. જેમાં જાણવા મળ્યું કે, જૂના અને નવા સચિવાલય, પોલીસ ભવન જેવી કચેરીઓમાં જ ફાયર સેફ્ટી નથી. ગુજરાત ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં પણ NOC ન હોવાનુ સામે આવ્યું છે. 22 સરકારી ઇમારતોમાં જ માન્ય ફાયર NOC પ્રમાણપત્ર છે. જેમાં વિધાનસભા બિલ્ડિંગ, સ્વર્ણિમ સંકુલનો સમાવેશ થાય છે.

કઈ બિલ્ડિંગમાં નથી ફાયર સેફ્ટી NOC:
ગુજરાત ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી, બિરસા મુંડા ભવન, નિર્માણ ભવન., વસતી ગણતરી ભવન., જૂના સચિવાલય બ્લોક 1-18. , STC સ્ટાફ તાલીમ કોલેજ., ગુજરાત જળ કાર્યવિભાગ, નવું સચિવાલય બ્લોક 1-7, નવું સચિવાલય બ્લોક 8-14, પાટનગર યોજના ભવન, સર્કિટ હાઉસ, વિશ્રામ ગૃહ, દાંડી કુટિર, GPSC ભવન, પોલીસ ભવન, કૃષિ ભવન, માધ્યમિક શિક્ષણ બોર્ડ

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો