સાંજે 6 વાગ્યા સુધી વેપાર-ધંધાની અને રાત્રિ કર્ફ્યૂ પણ 10 થી 6 રાખવા તૈયારી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.31-05-2021

સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ ગુજરાતમાં ચિંતાજનક રીતે કોરોનાના કેસમાં ઉછાળો નોંધાયો હતો. જો કે, છેલ્લા કેટલાક દિવસોથી કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. દરરોજ નોંધાતા કેસની સંખ્યામાં ઉત્તરોત્તર ઘટાડો નોંધાયો છે. ત્યારે હવે સરકાર પણ આ મામલે મહત્વનો નિર્ણય લઈ શકે છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી જાણકારી પ્રમાણે, રાજ્યમાં 36 શહેરમાં નિયંત્રણમાં રાજ્ય સરકાર વધુ છૂટછાટ આપી શકે છે. તો રાત્રિ કર્ફ્યૂના સમય પણ ઘટાડીને રાતના 10થી સવારના 6 વાગ્યા સુધી કરવામાં આવી શકે છે.

આ સાથે જ ધંધા-રોજગાર મામલે પણ સરકાર મહત્વનો નિર્ણય લઈ શકે છે. જેમાં બપોરે 3 વાગ્યાના સ્થાને 6 વાગ્યાસુધીની છૂટછાટ આપવામાં આવી શકે છે. આમ નજીકના ભવિષ્યમાં આ અંગે સરકાર મહત્વની જાહેરાત કરી શકે છે. ગુજરાતભરમાં આવતીકાલથી આંશિક લોકડાઉનમાં સવારે 9થી બપોરના 3 વાગ્યા સુધી લારી-ગલ્લા અને દુકાનો ખુલ્લી રાખવાની છૂટ આપી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો