મોદી સરકારે કરોડો EPFO ખાતાધારકોને આપી રાહત, આર્થિક સંકટ દૂર થશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.31-05-2021

EPFO એ તેના લગભગ 5 કરોડ ખાતાધારકો માટે પીએફમાંથી એડવાન્સ રકમ ઉપાડવાની સુવિધા ફરી શરુ કરી આપી છે.

EPFO ખાતાધારકો પીએફમાં એડવાન્સ રકમ ઉપાડી શકશે.

ગયા વર્ષની કર્મચારીઓ પીએફમાં એડવાન્સ રકમ ઉપાડી શકશે

કર્મચારીઓેએ એડવાન્સ રકમ પાછી પણ નહીં આપવી પડે

એડવાન્સ રકમ જમા રકમમાંથી માઈનસ થઈ જશે

શ્રમ અને રોજગાર મંત્રાલયે નિવેદન બહાર પાડીને જાહેરાત કરી

કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલયે એક નિવેદન બહાર પાડીને જણાવ્યું કે EPFO ના ખાતાધારકો હવે તેમના પીએફમાંથી એડવાન્સ રકમ ઉપાડી શકશે. કોરોનાની બીજી લહેરને ધ્યાનમાં રાખીને કર્મચારીઓને આ રાહત આપવામાં આવી છે.

આ પહેલા ગયા વર્ષના માર્ચ મહિનામાં EPFO એ કરોડો  કર્મચારીઓને પીએફમાંથી એડવાન્સ રકમ ઉપાડવાની સુવિધા પ્રદાન કરી હતી. ગયા વર્ષની જેમ આ વર્ષે પણ કર્મચારીઓ સરળતાથી પીએફમાંથી એડવાન્સ રકમ ઉપાડી શકશે અને તે પાછી પણ નહીં આપવી પડે. કર્મચારીઓ જેટલી રકમ ઉપાડશે તેટલી રકમ તેમના ખાતામાંથી માઈનસ થઈ જશે. ગયા વર્ષના માર્ચમાં EPFO એ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ લોકોને નાણાકીય મદદ માટે એડવાન્સ આપવાની સુવિધા શરુ કરી હતી. તેને માટે શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા સત્તાવાર ગેઝેટ દ્વારા કર્મચારી ભવિષ્ય નિધિ યોજના 1952 માં સુધારો કરાયો હતો.

શું છે યોજના: EPFO ના ખાતા ધરાવનાર તમામ કર્મચારીઓ તેમના પીએફ ફંડમાંથી ત્રણ મહિનાના પગાર અથવા તો ખાતામાં જમા રકમમાંથી 75 ટકા સુધીની રકમ (જે પણ ઓછી હોય તે) એડવાન્સમાં ઉપાડી શકે છે. આનાથી ઓછી રકમ જોઈતી હોય તો કર્મચારીઓ ઓછી રકમ ઉપાડી શકે છે. એડવાન્સની બધી જ રકમ ઉપાડવી જરુરી નથી.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો