કોરોના સંક્રમીત થનારાને વેકસીનનો એક જ ડોઝ કાફી છે: બનારસ હિન્દુ યુનિ.નો અભ્યાસ

સંક્રમીત વ્યક્તિ વેકસીન લે તો એન્ટીબોડી ઝડપી બને છે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.31-05-2021

દેશમાં કોરોનાની વેકસીનના બે ડોઝ લેનારને જ પુરી રીતે વેકસીનેશનનું પ્રમાણપત્ર મળે છે પણ બનારસ હિન્દુ યુનિ.ના અભ્યાસમાં જણાવ્યું છે કે વેકસીનના બે ડોઝ લેવાની જરૂર જ નથી. કોરોનાથી સંક્રમીત થઈ ચૂકેલા લોકો માટે વેકસીનનો એકજ ડોઝ પૂરતો છે અને તેનાથી જ એન્ટીબોડી બની જાય છે. બનારસ હિન્દુ યુનિ.ના નિષ્ણાંતોએ 20 લોકો જેઓને કોરોના થયો હતો અને વેકસીન લીધી હતી તેના પર એક અભ્યાસ કર્યો હતો અને તેઓને 10 દીવસની અંદર જ પુરતી એન્ટીબોડી બની ગઈ હોવાનું જાહેર થયું હતું. આ વૈજ્ઞાનિકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખીને વેકસીનના એક જ ડોઝ જરૂરી બનાવી વધુને વધુ લોકો સુધી વેકસીન પહોંચાડવા વિનંતી કરી હતી. જેઓને કોરોના થયો નથી તેઓ વેકસીન લે તો તેના શરીરમાં 21થી28 દીવસમાં એન્ટીબોડી બને છે પણ કોરોનાના સંક્રમણના કારણે શરીરમાં એન્ટીબોડી બની જ હોય છે અને વેકસીન તે પ્રક્રિયામાં ઝડપ વધારે છે અને વધુ એન્ટીબોડી બનાવે છે. આ અભ્યાસે બનારસ યુનિ.ના પ્રો. વી.એન.મિશ્રના નેતૃત્વમાં થયું હતું.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો