વાંકાનેર : હત્યાની ઘટનાના શકમંદની ઓળખી કાઢવા પોલીસ દ્વારા લોકોને અનુરોધ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.30-05-2021

(અજય કાંજીયા દ્વારા) વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભલગામ નજીક તુલશી હોટલની સામે તા. 26/03/2021ના રોજ એક વ્યક્તિને અજાણ્યા શખ્સે અગમ્ય કારણોસર માથાના પાછળના ભાગે સખત અને બોથડ પદાર્થના ઘા મારી ગંભીર ઇજા પહોંચાડી તેનું મોત નિપજાવ્યું હતું.

પોલીસ તપાસ દરમ્યાન સી.સી.ટી.વી. ફુટેજ આધારે જાણવા મળ્યું છે કે ફોટામાં દેખાતો શકમંદ ઇસમ બનાવના સમય પહેલા મૃતકની સાથે જોવા મળેલ છે અને શકમંદ ઇસમ કેસરી કલરની સાયકલ સાથે આંણદ જિલ્લાના તારાપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તાર તરફથી આવેલ છે. અને શકમંદ ઇસમ જે સાયકલ લઇને આવેલ હતો, તે સાયકલ બનાવ સ્થળ નજીકથી મળી આવેલ છે.
જેથી, આ શકમંદ ઇસમની ઓળખ કરવી જરૂરી છે. આ ઇસમ કોઇપણ વિસ્તારમાં જોવા મળે તો વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન (02828 220665 / 82005 34834 અથવા પોલીસ સબ ઇન્સપેક્ટર આર. પી. જાડેજા (99090 01102)નો સંપર્ક કરી માહિતી આપવા પોલીસ મથક દ્વારા અપીલ કરવામાં આવે છે. માહિતી આપનાર વ્યકિતનું નામ ગુપ્ત રાખવામાં આવશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો