1 જૂનથી ટેક્નોલોજી ક્ષેત્રમાં થઇ રહ્યા છે મોટા ફેરફાર

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.30-05-2021

1 જૂનથી ટેકનોલોજીના ક્ષેત્રમાં ઘણા ફેરફારો થશે. આ ફેરફારોને જાણવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. 1 જૂનથી ગૂગલ એક મોટું પરિવર્તન લાવી રહ્યું છે. Google Photosમાં 1 જૂન પછી અનલિમિટેડ ફોટા અપલોડ નહીં કરી શકો. હવે અહીં સમજવું અગત્યનું છે કે 1 જૂનથી ફક્ત ફોટા જ નહીં, પણ ઘણું બદલાઇ રહ્યું છે.

Googleની આ ખાસ સેવા બંધ કરવામાં આવી રહી છે

Google અનુસાર 15GBનો સ્પેસ દરેક જીમેલ યુઝર્સને આપવામાં આવશે. આ સ્પેસમાં Gmail ના ઇમેઇલ્સ તેમજ તમારા ફોટા પણ સામેલ છે. તેમાં ગૂગલ ડ્રાઇવ સામેલ છે જ્યાં તમે બેકઅપ લો છો. જો તમે 15GB કરતા વધારે જગ્યાનો ઉપયોગ કરવા માંગતા હો, તો તમારે તેના માટે પૈસા આપવા પડશે.

YouTubeથી પૈસા કમાનારાએ ટેક્સ ભરવો પડશે

YouTube ઘણા લોકોની આવકનું સાધન બની ગયું છે. પરંતુ 1 જૂનથી આ કમાણી પર ટેક્સ ભરવો પડશે. તમારે ફક્ત તે જ વ્યૂઝનો ટેક્સ ચુકવવવો પડશે જે તમને અમેરિકન વ્યૂઅર્સથી મળ્યા છે.

Battlegrounds Mobile India

Battlegrounds Mobile India જૂને શરૂ થવાની છે. આ ગેમ હાલમાં ગૂગલ પ્લે સ્ટોર પર પ્રી રજિસ્ટ્રેશન માટે ઉપલબ્ધ છે.

બાળકોમાં MIS-C રોગના લક્ષણો

તાવ આવવો

બાળક સતત રડ્યા કરે

બાળક અકળાય

બાળક દૂધ ના પીવે

ઝાડા-ઉલટી થઈ જાય

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો