(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.30-05-2021
શું તમને અથવા તમારા કોઈ પરિચિતને ઉંઘમાં નસકોરા બોલાવવાની આદત છે, પરંતુ તેઓ આ વાત માનતા નથી તો હવે તમારી પાસે આવી છે એક ખાસ ડિવાઇસ જેનો ઉપયોગ કરીને, તમે સાબીત કરી શકો છો કે તેઓ કેટલા નસકોરા બોલાવે છે. જ્યારે આપણે સુતા હોઇએ અને કોઇ આપણી પાસે આવી આવા નસકોરા બોલાવે ત્યારે આપણી ઉંઘ ખરાબ થાય છે જો કે નસકોરા બોલાવનારને ખબર નથી હોતી કે તેઓ સુઇ જાય પછી બીજાની ઉંઘ ઉડાડી દે છે.
ફીટનેસ વોચ બનાવતી કંપની ફિટબિટ (Fitbit) એન્ડ્રોઇડ એપ્લિકેશન અપડેટમાં (નસકોરાનો અવાજ) પકડતું ફીચર લાવ્યુ છે. 9 to 5 google રીપોર્ટ મુજબ, આ નવી અપડેટ ફીટબિટ 3.42 ગૂગલ પ્લે સ્ટોર પર રોલ આઉટ થઈ હતી. જે સ્લીપ ટ્રેકિંગ સિસ્ટમ પૂરી પાડે છે.
આ ટ્રેકર કેવી રીતે કાર્ય કરે છે
એકવાર નસકોરા અને અવાજનું ફીચર શરૂ થઈ જાય પછી, ઇનબિલ્ટ માઇક્રોફોન સ્વીચ ચાલુ થાય છે. આ પછી, જ્યારે યુઝર્સ સૂઈ જાય છે ત્યારે ટ્રેકર આસપાસનો અવાજ સાંભળે છે. તેમાં યુઝર્સની નસકોરાની સાથે સાથે તેની બાજુમાં સૂતી વ્યક્તિનો અવાજ પણ શામેલ છે. રીપોર્ટમાં ઉલ્લેખ કર્યો છે
ટ્રેકર તફાવત કરી શકતું નથી કે શું યુઝર્સ નસકોરાં બોલાવે છે કે તેની બાજુની વ્યક્તિ પરંતુ જો નસકોરાના અવાજ કરતા કોઇ વધુ અવાજ હશે તો નસકોરાંનો અવાજ શોધી શકશે નહીં. ફિટબિટ ટ્રેકર એ દર્શાવે છે કે તમે કેટલા નસકોરા બોલાવીને રાત પસાર કરી છે. જો કે, આખી રાત સતત ચાલતા માઇક્રોફોન્સ, યૂઝર્સ સૂઈ જાય તે પહેલા તેને 40 ટકા ચાર્જ કરી લેવુ પડશે જેથી આખી રાત તે પોતાનુ કામ કરી શકે.
હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો