કોરોના થયા બાદ વેક્સિન લેવી જોઈએ કે નહીં ? ટોચના ડોક્ટરનો જવાબ તમારે જાણવો જોઈએ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.30-05-2021

ઈન્ડીયન પબ્લિક હેલ્થ એસોસિએશનના પ્રમુખ અને એમ્સમાં પ્રોફેસર ડોક્ટર સંજય રાયે જણાવ્યું કે જે લોકોને કોરોના થઈ ગયો હોય તેમને વેક્સિનની જરુર નથી.

ઈન્ડીયન પબ્લિક હેલ્થ એસોસિએશનના પ્રમુખે જણાવ્યું બધાને વેક્સિનની જરુર નહીં

જે વિસ્તારમાં 70 ટકા લોકોને સંક્રમણ થયું હોય ત્યાં સામાન્ય જીવન શરુ કરી દેવું જોઈએ

એમ્સના પ્રોફેસર ડો.સંજય રાયે જણાવ્યું કે કુદરતી રોગ પ્રતિકાર શક્તિ વેક્સિન કરતા વધારે અસરકારક

એક વાર કોરોના થયા બાદ 9 મહિના સુધી રહે છે કે રક્ષણ

એમ્સમાં કોવેક્સિન ટ્રાયલના પ્રિન્સિપલ શોધક ડો.રાયે જણાવ્યું કે કુદરતી રોગ પ્રતિકાર શક્તિ કોઈ પણ વેક્સિન કરતા વધારે કારગર છે અને ઘણા લાંબા સમય સુધી ઈમ્યુનિટી આપે છે.

જે વિસ્તારમાં 70 ટકા લોકોને સંક્રમણ થયું હોય તેવા વિસ્તારોને ખોલી દેવા જોઈએ: ડો.રાયે જણાવ્યું કે બધા લોકોને વેક્સિનની જરુર નથી. સરકારે એ જેવું જોઈએ કે કયા એરિયામાં કેટલા લોકોને સંક્રમણ થયું છે. સીરો સર્વેલન્સ દ્વારા આ વાતની જાણકારી મળી શકે છે. તેમાં સીરમનો ટેસ્ટ થાય છે. સીરો સર્વેલન્સથી ઈન્ફેક્શનની જાણકારી મેળવ્યા બાદ એવા વિસ્તારોને ખોલી દેવા જોઈએ કે જ્યાં 70 ટકા કરતા વધારે લોકોને કોરોનાનો ચેપ લાગી ચૂક્યો હોય.

કુદરતી ઈમ્યુનિટી સૌથી વધારે અસરકારક: ડોક્ટર રાયે કહ્યું કે જે વિસ્તારોમા 10 થી 15 ટકા લોકોને સંક્રમણ થયું હોય તેમને પ્રોટેક્ટ કરવા માટે જલદીથી જલદી વેક્સિનેશન શરુ થવું જોઈએ. આ રીતે વેક્સિનની અછત પણ પૂરી થઈ જશે. તેમણે કહ્યું કે બધા લોકોનું વેક્સિનેશન થાય તેની મને જરુર લાગતી નથી. અત્યાર સુધી જે પુરાવા મળ્યાં છે તેનાથી પરથી સ્પસ્ટ થાય છે કે એક વારા કોરોનાનો ચેપ લાગ્યાંના 9 મહિના સુધી તેનાથી પ્રોટેક્શન રહે છે. સંક્રમણ બાદ મળેલી ઈમ્યુનિટી કોઈ પણ વેક્સિનની તુલનામાં વધારે લાંબો સમય સુધી રક્ષણ આપે છે.

ફરી વાર સંક્રમણવાળા કેસોનું શું: જે લોકોને બે વાર કોરોના થયો હોય તેમનું શું કરવું આ સવાલ પર ડોક્ટરે રાયે જણાવ્યું કે આવા ઘણા ઓછા કિસ્સા બનતા હોય છે.  તેમણે એક ઉદાહરણ આપતા જણાવ્યું કે ગયા વર્ષે મુંબઈના ધારાવી સહિત દિલ્હીમાં કોરોનાના જે હોટસ્પોટ થયા આ વખતે ત્યાં સંક્રમણ ફેલાયું નથી. જે વિસ્તારોમાં 70 ટકા સંક્રમણ થઈ ચુક્યું હોય ત્યાં સામાન્ય જીવન શરુ કરી દેવું જોઈએ.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો