ગુજરાતમાં હવે એરટેલ યુઝર્સને મળશે વધુ હાઈસ્પીડ ઈન્ટરનેટ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.30-05-2021

ભારતી એરટેલ (એરટેલ)એ આજે જણાવ્યું હતું કે, તેણે ગુજરાતમાં તેના ગ્રાહકોને શ્રેષ્ઠ નેટવર્ક અનુભવ માટે તેનું મોબાઈલ નેટવર્ક અપગ્રેડ કર્યું છે. એરટેલે હાઈ સ્પીડ ડેટા ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરવા માટે રાજ્યભરમાં તેના નેટવર્કમાં અત્યાધુનિક નેટવર્ક સોફ્ટવેર ટૂલ્સ સાથે 2300 મેગાહર્ટ્ઝ બેન્ડમાં વધારાનું 10 મેગાહર્ટ્ઝ સ્પેક્ટ્રમ ડિપ્લોય કર્યું છે. આ ડિપ્લોયમેન્ટ સમગ્ર રાજ્યમાં એરટેલ ગ્રાહકો માટે ઉત્કૃષ્ટ નેટવર્કને વધુ મજબૂત બનાવશે. તે નેટવર્ક ઉપલબ્ધતા અને વધુ ને વધુ લોકો તેમની સ્માર્ટ ડિવાઈસીસમાંથી હાઈસ્પીડ ડેટા એક્સેસ કરતાં ડેટા સ્પીડમાં સુધારો લાવશે.

એરટેલે ભારત સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી હરાજી દરમિયાન ગુજરાત માટે 10 મેગાહર્ટ્ઝ સ્પેક્ટ્રમ ખરીદ્યું હતું. આ નવા સ્પેક્ટ્રમ સાથે એરટેલ 2300/1800/900 બેન્ડ્સ માટે 70.4 મેગાહર્ટ્ઝ સ્પેક્ટ્રમ ધરાવે છે. કંપની હાઈ સ્પીડ ડેટા સર્વિસીસની સતત વધી રહેલી માગ પૂરી કરવા માટે સારી સ્થિતિમાં છે અને તેનું નેટવર્ક 5જી સર્વિસીસ માટે પણ સંપૂર્ણપણે તૈયાર છે.

ભારતી એરટેલના ગુજરાત ખાતેના સીઈઓ નવનીત શર્માએ જણાવ્યું હતું કે, ‘અમે ગ્રાહકોને વૈશ્વિક સ્તરનો અનુભવ પૂરો પાડવા માટે આક્રમક્તાપૂર્વક નવા સ્પેક્ટ્રમ અને નેટવર્ક અપડેટમાં રોકાણ કરવાનું ચાલુ રાખ્યું છે. કંપનીએ તાજેતરની હરાજીમાં 2300 બેન્ડનો નવો બ્લોક ખરીદવા સાથે અમે હાઈ સ્પીડ ડેટા માટે સતત વધી રહેલી જરૂરિયાત માટે ક્ષમતા વિકસાવવા ભવિષ્યનું નેટવર્ક તૈયાર રાખ્યું છે. અમે ગુજરાતમાં સ્પર્ધક કંપનીઓને ઈર્ષા થાય તેવું સ્પેક્ટ્રમ ધરાવીએ છીએ અને અમારું નેટવર્ક નવી ટેક્નોલોજીસ અને નવીનતાઓ અપનાવવા માટે સારી રીતે સક્ષમ છે.’

કોરોના મહામારીના પગલે વર્ક ફ્રોમ હોમ, ઓનલાઈન ક્લાસીસ, વીડિયો સ્ટ્રીમિંગ વગેરેના વપરાશમાં નોંધપાત્ર વધારો થયો છે. વધારાની ક્ષમતા વિકસાવતા એરટેલને ગ્રાહકોને હરહંમેશ જોડાયેલા રાખવામાં મદદરૂપ મળશે. એરટેલે હાઈ સ્પીડ નેટવર્ક ક્ષમતા અને કવરેજ સ્થાપવા માટે પ્રી-5જી મેસિવ મીમો, મીમો, 4જી એડવાન્સ્ડ અને કેરીયર એગ્રેશન જેવી અત્યાધુનિક નેટવર્ક ટેક્નોલોજીસ અને ટૂલ્સ ગોઠવ્યા છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો