કોરોના વાયરસને ચીનની વુહાન લેબમાં બનાવ્યો! બ્રિટન અને નોર્વેના વૈજ્ઞાનિકોનો પુરાવા આપ્યા

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.29-05-2021

કોરોના વાયરસ ક્યાંથી આવ્યો? શું ચીનની લેબમાં બન્યો છે? આવા સવાલોના જવાબો હજુ બાકી છે. દુનિયાભરના રિસર્ચર અને શોધકર્તા એ જાણવામાં લાગ્યા છે કે કોરોના વાયરસની ઉત્પતિ કેવી રીતે થઇ છે. આ ક્રમમાં બ્રિટિશ પ્રોફેસર એંગસ ડલ્ગલિશ અને નોર્વેના વૈજ્ઞાનિક ડો. સોરેનસને દાવો કર્યો છે કે કોરોના વાયરસ ચીનની લેબમાં બનાવવામાં આવ્યો છે. બંને વૈજ્ઞાનિકોની રિસર્ચ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે કોરોના વાયરસ સેમ્પલમાં ‘યૂનિક ફિંગરપ્રિન્ટ’મળ્યું છે, જે લેબમાં વાયરસ સાથે છેડછાડ પછી જ સંભવ છે. બ્રિટનની ન્યૂઝ વેબસાઇટ ડેલી મેલે આ સમાચાર પ્રકાશિત કર્યા છે અને બંને વૈજ્ઞાનિકો દ્વારા લખેલા શોધપત્રના આધારે તેને લખવામાં આવ્યા છે.

રિપોર્ટ પ્રમાણે અધ્યયનથી ખબર પડી કે ચીની વૈજ્ઞાનિકોએ વાયરસનને વુહાનની લેબમાં ‘ગેન ઓફ ફંક્શન’પ્રોજેક્ટ પર કામ કરતા બનાવ્યો છે. ગેન ઓફ ફંક્શન રિસર્ચ અમેરિકામાં અસ્થાયી રૂપથી પ્રતિબંધ છે. આ રિસર્ચમાં પ્રાકૃતિક રૂપથી ઉત્પન વાયરસને વધારે સંક્રમિત બનાવવા માટે લેબમાં ડેવલપ કરવામાં આવે છે જેથી માણસો પર તેની અસર વધારે થાય.

રિસર્ચ પ્રમાણે ચીનના વૈજ્ઞાનિકોએ ગુફામાં જોવા મળતા ચામાચીડિયાથી પ્રાકૃતિક કોરોના વાયરસનો બેકબોન લીધો અને આ વાયરસમાં એક નવો સ્પાઇક જોડવામાં આવ્યો. જેના પરિણામ સ્વરૂપે ઘણો વધારે સંક્રામક અને જાન લેવા કોવિડ 19 વાયરસ મળ્યો. રિસર્ચરોએ એ પણ કહ્યું કે કોવિડ-19માં પ્રાકૃતિક કોરોના વાયરસનો કોઇ જૂનો પ્રામાણિક અંશ મળતો નથી. સાથે લેબમાં વાયરસ સાથે છેડછાડની ખબર ના પડે તે માટે રિવર્સ એન્જીનિયરિંગ કરવામાં આવી છે.

ડેલી મેલ ડોટ કોમ સાથે બ્રિટિશ પ્રોફેસર એંગસ ડલ્ગલિશે કહ્યું કે અમને લાગે છે કે ત્યાં રેટ્રો એન્જીનિયરિંગથી વાયરસને બનાવવામાં આવ્યો છે. પછી તેને બદલાવી દીધો છે અને ફરી તેને એવો સિક્વન્સ આપવામાં આવ્યો જે ઘણા વર્ષ પહેલાની સ્થિતિમાં હતો. વૈજ્ઞાનિકોએ પોતાના રિસર્ચમાં વુહાન લેબમાં સાબિતીને નષ્ટ કરવાને લઇને પણ સવાલ ઉઠાવ્યા છે અને કહ્યું કે જે વૈજ્ઞાનિકોએ આ વિશે જાણકારી શેર કરવા માંગી તે ગાયબ થઇ ગયા કે પછી અત્યાર સુધી પોતાનું મો ખોલ્યું નથી.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો