મોરબી, રાજકોટમાં પાકિસ્તાની, બાંગ્લાદેશી લઘુમતીઓને મળશે નાગરિકતા

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.29-05-2021

કેન્દ્રીય ગૃહમંત્રાલયે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફદ્યાનિસ્તાનથી આવેલા 6 લદ્યુમતી સમુદાયોના શરણાર્થીઓને નાગરિકતા સર્ટિફિકેટની મંજૂરી આપવા માટે ગુજરાત, છત્તીસસગઢ, રાજસ્થાન, હરિયાણા અને પંજાબના 13 જિલ્લા કલેકટરોને સત્ત્મા આપી.

ભારત સરકારના ગૃહ વિભાગ દ્વારા ઓર્ડર જાહેર કરાયો છે. જેમાં બાંગ્લાદેશ, અફદ્યાનિસ્તાન અને પાકિસ્તાનમાં માઈનોરિટી ગણાતા હિન્દુ, શીખ, બૌદ્ઘ, જૈન, પારસી અને ખિસ્ત્રી ધર્મના લોકો જે ભારતમાં રહે છે તેમની માટે છે. આ 3 દેશના લદ્યુમતી સમુદાયના લોકો જે ઓર્ડર પ્રમાણે જાહેર કરાયેલા ભારતના 13 જિલ્લામાં રહે છે તો તેઓ સિટીઝનશીપ કે સર્ટિફિકેટ ઓફ નેચરલાઈઝેશન માટે અરજી કરી શકશે. દેશના આ 18 જિલ્લાઓમાં ગુજરાતના મોરબી, રાજકોટ, પાટણ અને વડોદરા એમ 4 જિલ્લાનો ઉલ્લેખ કરાયો છે. આ શહેરમાં વસવાટ કરતા અફદ્યાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનની માઈનોરિટી સમુદાયના લોકો જે તે જિલ્લાના કલેકટર ભારતિય નાગરિકતા આપી શકશે. તેના માટે અરજદારે ઓનલાઈન અરજી કરવી પડશે. જેની ચકાસણી કર્યા બાદ કલેકટર કે સેક્રેટરી તેઓને ભારતીય નાગરિકતા આપી શકશે. તમામ અરજીઓ અંગે કલેકટર અથવા સેક્રેટરીએ કેન્દ્ર સરકારના જે તે વિભાગને ઓનલાઈન ઉપલબ્ધ કરાવવાની રહેશે.

આ પહેલા 2018માં ગુજરાત, છત્ત્મીસગઢ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, યુ.પી. અને દિલ્હીના અન્ય 16 જિલ્લા કલેકટરોને પણ આ સત્તા અપાઈ હતી. આ એવા વિસ્થાપિતો માટે છે જેમણે કુદરતી નાગરિકતા એટલે કે સીટીઝનશિપ બાય નેચરલાઇઝેશન પ્રમાણે નાગરિકતા માંગી છે અને ભારતમાં લાંબા ગાળાના અથવા અન્ય કોઈ પ્રકારના વિઝા સાથે પ્રવેશ કર્યો છે.

દેશના અલગ-અલગ રાજયમાં 13 જિલ્લાઓમાં થશે કામગીરી: ગુજરાત સહિત 5 રાજયના અલગ અલગ જિલ્લામાં આ કામગીરી કલેકટરો દ્વારા કરાશે. ગુજરાતના મોરબી, રાજકોટ, પાટણ અને વડોદરાનો સમાવેશ છે, છત્તીશગઢના દુર્ગ અને બલોદબજાર, રાજસ્થાનના જાલોર, ઉદયપુર, પાલી, બારમેર અને શિહોર, હરિયાણામાં ફરિદાબાદ, પંજાબમાં જલંધર જિલ્લા સહિત કુલ 13 જિલ્લાઓનો સમાવેશ કર્યો છે.અધિકારીઓ અરજી અંગે આ રીતે કરશે કામગીરી.

જે તે વ્યકિતની અરજી બાદ કલેકટર અથવા સેક્રેટરી પોતાની મુજબ તપાસ કરી શકશે. સાથે જે તે વ્યકિત વિશેની વધુ માહિતી માટે અન્ય સરકારી સંસ્થાઓની મદદ પણ લઈ શકશે. અને અરજકર્તા વિશે તમામ માહિતીઓ મેળવી શકશે.

નાગરિકતા માટેની અરજી અંગે સમગ્ર તપાસ અને ખરાઈ બાદ જો કલેકટર કે રાજયકક્ષાએ જે તે સલગ્ન સચિવને યોગ્ય લાગશે. તો રજિસ્ટ્રેશન અથવા ન્યુટ્રેલાઈઝેશન દ્વારા ભારતનું નાગરિકત્વ આપી શકશે. રજિસ્ટ્રેશન થયાના 7 દિવસની અંદર કલેકટર અને સેક્રેટરી જે લોકોને નાગરિકતાનું સર્ટિફિકેટ આપશે તે ભારત સરકારને પણ મોકલવાનું રહેશે.

કયા શરણાર્થીઓને મળશે નાગરિકતા?: નાગરિકતા સંશોધન કાયદા (સીએએ) પ્રમાણે બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં દમનનો શિકાર એવા અલ્પસંખ્યકો બિનમુસ્લિમોને નાગરિકતા પ્રદાન કરવામાં આવશે જેઓ 31 ડિસેમ્બર, 2014 સુધીમાં ભારત આવી ગયા હતા.

ગૃહમંત્રાલયના નોટિફિકેશન અનુસાર, 1955ના કલમ હેઠળ મળેલી સત્તા અનુસાર કેન્દ્ર સરકારે લઘુમતીઓ માટે ભારતીય નાગરિકો તરીકે નોંધણી કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે. નોંધણી કરવા માટે ભારતના નાગરિક તરીકે રજિસ્ટ્રેશન માટે ઓનલાઈન આવેદન કરવામાં આવશે. જરૂર જણાશે તે જિલ્લા અધિકારી અથવા સચિવને આ મુદ્દે આવેદનપત્રની તપાસ કરાવાશે.

નાગરિકતા સંશોધન કાયદા અનુસાર બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી આવેલા બિનમુસ્લિમ લઘુમતીઓને નાગરિકતા આપવામાં આવશે, જે 21 ડિસેમ્બર 2014 સુધી ભારતમાં આવી ગયા હતા. મહત્વનું છે કે, વર્ષ 2019માં સીએએને લઈને દેશમાં વિરોધ પ્રદર્શનો થયા હતા.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો