ગુજરાતમાં 30 જૂન સુધી પ્રતિબંધો રહેશે

ગૃહ મંત્રાલયે રાજ્યો-કેન્દ્ર શાસિત પ્રદેશોને 30 જૂન સુધી ગાઈડલાઈનનું પાલન કરાવવા આદેશ કર્યો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.28-05-2021

કોરોના વાયરસ મહામારી અત્યારે દેશભરમાં હાહાકાર મચાવી રહી છે. ગુજરાતમાં પણ કોરોનાની બીજી લહેરને કારણે આરોગ્ય સેક્ટર પર ઘણો બોજો પડી રહ્યો છે. ત્યારે હવે ઘણા સમય પછી કેસ ઘટી રહ્યા છે. જેને લઈને લોકોને હવે રાહત મળશે તેવી આશાઓ સેવાઈ રહી છે. લોકો આશા રાખી રહ્યા છે કે કોરોના મહામારીને કારણે જે પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે તે હવે હળવા થશે. જોકે, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક આદેશ જાહેર કર્યો છે.

ગૃહ મંત્રાલયે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને 30 જૂન સુધી કોરોના સંક્રમણ અટકાવવા માટે અમલી કરવામાં આવેલ ગાઈડલાઇનનું પાલન કરાવવા આદેશો આપ્યા છે. મંત્રાલયે ગુરુવારે ભારત સરકારના મંત્રાલયો અને વિભાગોના સચિવોને અને તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય સચિવો અને પ્રશાસકોને એક આદેશ જાહેર કર્યો છે અને તેમને 25 એપ્રિલના રોજ સ્વાસ્થ્ય અને પરીવાલ: કલ્યાણ મંત્રાલય દ્વારા બતાવવામાં આવેલ કોવિડ-19 ગાઈડલાઇનનું પાલન કરવા કહ્યું છે. સાથે જ જણાવ્યું છે કે સ્થાનિક સ્થિતિનું મૂલ્યાંકન કરીને તબક્કા વાર તેમાં છૂટછાટ આપવામાં નિર્ણય કરવા કહ્યું છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક પરિપત્ર જાહેર કર્યો છે. આ પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે રાજ્યોએ કોરોના વાયરસ મહામારીને લઈને આવેલા પ્રતિબંધો 30 જૂન 2021 સુધી રાખવા. તેનો અર્થ એ થયો કે કેન્દ્ર સરકારે જુદા જુદા રાજ્યોને કોરોના ગાઇડલાઇન સહિતના કેટલાંક રાજ્યોમાં લોકડાઉન સહિતના જે પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે તે હમણાં હળવા નહિ કરવામાં આવે અને તે જૂન મહિના સુધી ચાલુ રખાશે.ઘણા લોકો આશા રાખી રહ્યા હતા કે ટૂંક સમયમાં શાળા કોલેજો સહીત, રેસ્ટોરાં, હોટલ, પાર્ક, સિનેમા હોલ, લગ્ન પ્રસંગોમાં મહેમાનોની સંખ્યા, જાહેર સમારંબો વગેરે બાબતોને લઈને રાહત મળશે. પરંતુ સરકારનો નવો પરિપત્ર જાહેર થયા બાદ આ તમામમાં રાહત મળવાની આશા પર પૂર્ણવિરામ લાગી ગયું છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં એક લાખ 86 હજાર 364 કોરોના કેસ નોંધાયા છે. જ્યારે 24 કલાકમાં 3 હજાર 660 દર્દીઓના કોરોનાથી મોત થયા છે. દેશમાં કોરોનાના કુલ કેસમી સંખ્યા બે કરોડ 75 લાખ 55 હજારથી વધુ કેસ નોંધાયા છે. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆક ત્રણ લાખ 18 હજાર 895 થયો છે.

શું નહીં ખૂલે: શાળા-કોલેજ, hotel, રેસ્ટોરન્ટ, બાગ-બગીચા, પાર્ક, પ્રાણી સંગ્રહાલયો, જાહેર કાર્યક્રમો

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો