હવે માત્ર કોગળાથી થઈ શકશે કોરોનાની તપાસ, ICMRએ સેલાઈન ગાર્ગલ RT-PCR ટેસ્ટને આપી મંજૂરી

આ પદ્ધતિથી કોઈપણ વ્યક્તિ માત્ર ત્રણ કલાકમાં કોવિડ ટેસ્ટ કરી શકશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.29-05-2021

હવે RT-PCR ટેસ્ટ માટે સ્વેબ ટેસ્ટની જરૂર નહીં રહે. માત્ર કોગળા કરવાથી તમે આ તપાસ કરી શકો છો. નાગપુરના નેશનલ એન્વાયરમેન્ટલ રિસર્ચ ઈન્સ્ટીટ્યુટ (NEERI)ના વૈજ્ઞાનિકોએ કાઉન્સિલ ઓફ સાયન્ટીફિક ફંડ ઈંડસ્ટ્રીયલ રિસર્ચ (CSIR) હેઠળ RT-PCR ટેસ્ટ માટે નવી પદ્ધિતિની શોધ કરી છે. આ પદ્ધતિથી કોઈપણ વ્યક્તિ માત્ર ત્રણ કલાકમાં કોવિડ ટેસ્ટ કરી શકશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને જણાવ્યું કે આ પદ્ધતિ ગેમચેન્જર સાબિત થઈ શકે છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ આ પદ્ધતિને મંજૂરી આપી છે. પૂણેની ફાર્મા કંપનીને રેપિડ એન્ટીજન ટેસ્ટ કિટની મંજૂરી મળી હતી, જેમાં માત્ર 15 મિનિટમાં ટેસ્ટ મળવાની વાત કરવામાં આવી હતી.

એન્વાયરોમેન્ટલ વાયરોલોજી સેલના સીનિયર સાયન્ટીસ્ટ ડૉ. કૃષ્ણ કુમાર કેમરે કેટલીક જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે, “સેમ્પલ કલેક્ટ કરવા અને તેને પ્રોસેસ કરવાની આ પદ્ધતિ RNA કાઢવાના ખર્ચથી બચવા તૈયાર કરશે.” આ પદ્ધતિથી જાતે જ સેમ્પલ લઈને તપાસ કરી શકાશે. આ પદ્ધતિનો ઉપયોગ કરવાથી ટેસ્ટ માટે લાઈનમાં અને ભીડમાં ઊભા રહેવાની જરૂર નહીં રહે. આ પદ્ધતિનો ઉપયોગ કરવાથી સમયની પણ બચત થશે અને સંક્રમણ થવાનું જોખમ ઓછુ રહેશે તથા વેસ્ટ પણ ઓછો થશે.

ટેસ્ટ કેવી રીતે થશે RT-PCR ટેસ્ટ સ્વેબથી કરવામાં આવે છે. જે માટે વ્યક્તિના નાક અને ગળામાંથી સેમ્પલ લેવામાં આવે છે. નવા ‘સેલાઈન ગાર્ગલ’માં એક ટ્યૂબ સામેલ હશે. વ્યક્તિએ સેલાઈન મોઢામાં રાખવાનું રહેશે અને 15 સેકન્ડ સુધી કોગળા કરવાના રહેશે. તે બાદ તે મોઢામાં રાખેલું સેલાઈન ટ્યૂબમાં થૂંકી દો અને તપાસ માટે મોકલો. લેબમાં ગયા બાદ આ સેમ્પલને NEERIએ તૈયાર કરેલ વિશેષ સોલ્યુશનમાં રૂમ ટેમ્પરેચર પર રાખવામાં આવશે. સોલ્યુશન ગરમ થવા પર RNA ટેમ્પલેટ તૈયાર થશે. આ સોલ્યુશનને આગળ રિવર્સ ટ્રાંસક્રિપ્શન પૉલિમરેજ ચેન રિએક્શન એટલે કે RT-PCR ટેસ્ટ માટે મોકલવામાં આવે છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો