કોરોનામાં રાહત મળતાં જ ફળના ભાવ ઘટવા લાગ્યા: 80, 100 માં વેચાયેલા નાળિયેરના 40-60

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.29-05-2021

કોરોના કાળમાં લોકો પોતાના આરોગ્ય પ્રત્યે ખુબ સજાગ બન્યા છે. 15 દિવસ પૂર્વે કોરોનાના કેસમાં ઉછાળો આવતા ફળોના ભાવ આસમાને પહોંચી ગયા હતા.રોગપ્રતિકારક શકિત વધારવા માટેનો રામબાણ ઈલાજ ગણાતા કીવી, ડ્રેગન ફ્રૂટ, નારંગી, નાળીયેર જેવા ફળોનાં ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો સામે ફળની માંગમા પણ મોટાપાયે વધારો થયો હતો.

પરંતુ હવે ધીમે ધીમે પરિસ્થિતિ કાબુમાં આવતા ફળોનું માર્કેટ ફરીવાર નીચે આવી રહ્યું છે. કોરોનાનાં કેસમાં ઘટાડો થતાં ફળોની માંગ પર અસર જોવા મળી રહી છે. તો સામે તેના ભાવમાં પણ મહદઅંશે ઘટાડો થયો છે. હાલની સરખામણીએ મહિના પુર્વે ફળના ભાવ બમણા હતા આરોગ્ય માટે અતિ ઉપયોગી ગણાતા ફળોના ભાવમાં તોતીંગ વધારો થવાના કારણે મધ્યમ વર્ગીય કોરોના દર્દીઓને ફળો પોસાય તેમ જ ન હતા.

કોરોનાનો ભોગ બનેલા દર્દીઓને મોંઘીદાટ દવાઓની સાથે ફળો ખરીદવુ મુશ્કેલ બન્યુ હતું સાથે ધંધા રોજગાર પણ બંધ રહેવાની સામાન્ય ભારે હાલાકી પડી હતી. હાલ જયારે ધીમે ધીમે માર્કેટ ફરી રાબેતા મુજબ બન્યુ છે. સામાન્ય લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. ફળોનાં માર્કેટની હાલની પરિસ્થિતિ વિશે જણાવતાં સુનિલભાઈ રામલાલ જસાણીએ કહ્યું કે ફળોના ભાવ માર્કેટમાં તેની માંગને આધારીત હોય છે. 15 દિવસ પહેલાની સરખામણીએ હાલ ફળોના ભાવમાં ઘટાડો થયો છે.

15 દિવસ પૂર્વે કીવીનાં એક નંગનો ભાવ રૂા.50 થી 60 હતો જયારે હવે 40 રૂા છે. વચ્ચેના અમુક સમયગાળામાં માર્કેટમાં કીવીની આવક પણ ઘટી ગઈ હતી. ત્યારે તેનાં ભાવમાં મોટો ઉછાળો આવ્યો હતો. અનલોક થયા બાદ લોકો કામે ચડી રહ્યા છે.તેથી માંગમા ઘટાડો થયો છે. થોડા સમય પહેલા તો ફળના બુકીંગ પણ થતાં કારણ કે માંગ મુજબ આવક નહોતી અને લોકો પણ એક સાથે મોટા જથ્થામાં ફળો ખરીદતાં જેથી સંતરા-મોસંબીના 10-10 કિલોના એડવાન્સ બુકીંગ થતા હવે એવુ નથી.

જોકે કોરોનાને કારણે હવે લોકો પોતાના આરોગ્ય પર વિશેષ ધ્યાન આપતા થયા છે. તેથી અનેક લોકો નિયમીત ધોરણે ફળ ખરીદે છે. છેલ્લા 70 વર્ષથી ફળોના વેપાર સાથે સંકળાયેલા છીએ ત્યારે આ તેવી પ્રથમ ઘટના છે. જયારે લોકો આટલા મોટા પ્રમાણમાં કીવી અને ડ્રેગનફ્રૂટ જેવા ફળોનો પણ ઉપયોગ કરતાં થયા છે. મહમદભાઈ નામનાં અન્ય વેપારીને હાલની સ્થિતિ વિશે વાત કરતા જણાવ્યું હતું

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો