RBIએ કરી જાહેરાત, હવે નહીં મળે 2000 રૂપિયાની નોટ, નોટબંધી પછી માર્કેટમાં આવી હતી આ કરન્સી

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ 2000 રૂપિયાની નોટની સિસ્ટમને ધીરે ધીરે પરત લેવાનું શરૂ કર્યું છે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.28-05-2021

બહુ જ જલ્દી 2000 રૂપિયાની નોટ બજારમાં જોવા મળશે નહીં. 2000ની નોટ છાપવાનું બંધ થઈ ગયું છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ 2000 રૂપિયાની નોટની સિસ્ટમને ધીરે ધીરે પરત લેવાનું શરૂ કર્યું છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RB)એ જાહેરાત કરી છે કે નાણાંકીય વર્ષ 2021-2022માં 2000 રૂપિયાની નોટ છાપવામાં નહીં આવે. રિઝર્વ બેંકઓફ ઈન્ડિયા (RB)એ 26 મે 2021ના રોજ વાર્ષિક રિપોર્ટ જાહેર કર્યો હતો, આ વાર્ષિક રિપોર્ટમાં જાણકારી આપવામાં આવી છે કે ગયા વર્ષે RBIએ 2000 રૂપિયાની નોટ છાપી ન હતી.

નોટબંધી બાદ રૂ. 2000ની નોટ લાવવામાં આવી હતી: નોટબંધીની જાહેરાત પછી વર્ષ 2016માં રૂ. 2000ની નોટ લાવવામાં આવી હતી. મોટી રકમની નોટ હોવાના કારણે બજારમાં ફેક કરન્સી આવવાનું જોખમ વધુ રહે છે. RBIના વાર્ષિક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ફિસ્કલ યર 2021માં કુલ પેપર રોકડ 0.3 ટકાથી ઘટીને 2,23,301 લાખ યુનિટ રહ્યા. જો વેલ્યૂના રૂપમાં જોવામાં આવે તો સિસ્ટમમાં માર્ચ 2021માં રૂ. 4.9 લાખ કરોડની રૂ. 2000ની નોટ હતી. માર્ચ 2020માં તેની વેલ્યૂ રૂ. 5.48 લાખ કરોડ હતી.

3 વર્ષમાં રૂ. 2000ની નોટમાં ઘટાડો: RBIના રિપોર્ટ અનુસાર માર્ચ 2018માં સિસ્ટમમાં રૂ. 2000ની 336.3 કરોડ નોટ હતી. 21 માર્ચ 2021માં તેની સંખ્યા ઘટીને 245.1 કરોડ રહી ગઈ. આ ત્રણ વર્ષમાં 91.2 કરોડ નોટને સિસ્ટમમાંથી બહાર કરવામાં આવી છે.

રૂ. 500ની નોટ અધિક ચલણમાં: રિપોર્ટ અનુસાર 31 માર્ચ 2021 સુધીમાં બેંકમાં કુલ નોટોમાં રૂ. 500 અને રૂ. 2000ની નોટોનો ભાગ 85.7% હતો. 31 માર્ચ 2020ના અંત સુધીમાં તે આંકડો 83.4% હતો. 31 માર્ચ 2021 સુધી જે પણ નોટો ચલણમાં હતી, તેમાં સૌથી વધુ રૂ. 500ની નોટનો 31.1% હિસ્સો હતો. મોટી કરન્સીને લઈને બજારમાં ફેક કરન્સી આવવાનું વધુ જોખમ રહે છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RB)એ આ છેતરપિંડી રોકવા માટે આ નિર્ણય કર્યો છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો