મોરબી જિલ્લામાં ૧૮+ ઉંમરનાને કોરોના વેકસીનેશન શરૂ કરવા મુખ્યમંત્રીને રજુઆત કરતા શિવસેના પ્રમુખ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.28-05-2021

(અજય કાંજીયા દ્વારા) વાંકાનેર, કોરોના મહામારીમાં સંજીવની ગણવામાં આવતી વેકિસન નો દેશભરમાં લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે ગુજરાતમાં પણ ૧ લી મેથી ૧૮ વર્ષથી ઉપરના યુવાઓને વેકશીનેશન આપવાની શરૂઆત કરવામાં આવી છે.

ત્યારે દરરોજના એક લાખ વેકિસનના ડોઝ આપવાની જાહેરાત કરાઈ તેમાં ૧૮ વર્ષથી ઉપરના યુવાઓમાં વેક્સિનેશ અંગે જાગૃતતા હોય પરંતુ વેક્સિનેશનામાં મોરબી જિલ્લાનો સમાવેશ ન હોય હાલ કોરોના મહામારીમાં વેક્સિનેશન અકસીર સમાન હોય જેને પગલે યુવાવર્ગને પણ આ વેક્સિનેશન નો લાભ મળે તેને લઈ વાંકાનેર શિવસેના તાલુકા પ્રમુખ મયુર ઠાકોર દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને મોરબી જિલ્લાના ૧૮+ ઉંમર ધરાવતા લોકોનો વેક્સિનેશમાં તાકીદે સમાવેશ કરવામાં આવે જેથી કરીને ૧૮+ લોકોને કોરોના વેકસીનેશનો લાભ મળે તેવી માંગ સાથે પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો