વેક્સિનમાં ધાંધિયા: એક હજાર આપો તો રજિસ્ટ્રેશનની જરૂર નથી : મફત લેવી હોય તો ફરજિયાત

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.28-05-2021

કોરોનાના સંક્રમણને અટકાવવા માટે રસી એકમાત્ર હિથયાર છે ત્યારે ગુજરાતમાં રસી આપવામાંય અલગ અલગ નિયમો અપનાવતાં લોકોમાં રોષ ફેલાયો છે કેમકે,મફતમાં રસી લેવી હોય તો ઓનલાઇન રજીસ્ટ્રેશન ફરજિયાત છે જયારે રૂા.1 હજાર આપો તો આ બધાય નિયમોથી લાગુ પડતાં નથી. ખુદ આરોગ્ય વિભાગે જ જાણે પાછલા બારણે ખાનગી હોસ્પિટલોને રસીના વેપારને પ્રોત્સાહન આપી રહ્યુ છે.

ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ઘાતક પુરવાર થઇ છે. કોરોનાની સંભવિત ત્રીજી લહેર આવે તે પહેલાં જ રસીકરણને વેગવંતુ બનાવાશે તેવી મોટા ઉપાડે રાજ્ય સરકારે જાહેરાત કરી છે પણ અત્યારે ગુજરાતમાં રસીના ડોઝની અછત હોય તેવી સિૃથતી પ્રવર્તી રહી છે.

ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ પણ કયારે નંબર લાગે તે નક્કી નથી. શિક્ષિત વર્ગ તો ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી જાણે છે પણ એક મોટો વર્ગ એવો છે કે,જેની પાસે સ્માર્ટ ફોન નથી. ઘણાં લોકો એવા છે જેમને ઓનલાઇન રજીસ્ટ્રેશન કરતાં આવડતુ નથી. કોરોનાના ડરથી રસી લેવી છે પણ રજીસ્ટ્રેશન કયાં અને કેવી રીતે કરાવવું એ સવાલ છે.

તમામ શહેરોમાં રસી કેન્દ્રો પર વહેલી સવારથઈ લાંબી કતારો લાગે છે પણ એવુ બને છેકે, કલાકો પછી માંડ નંબર આવે ત્યાં રસીનો જથૃથો ખલાસ થઇ જાય છે. લોકોને રસી લીધાં વિના જ પરત ફરવુ  પડે છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકોને રસી મેળવવા રઝળપાટ કરવી પડે છે. આવી અવ્યવસૃથાને કારણે લોકો હવે નાણાં ખર્ચીને ય રસી લેવા મજબૂર બન્યાં છે.

ખુદ આરોગ્ય વિભાગ જ જાણે રસીના ધાંધિયા સર્જીને લોકોને ખાનગી હોસ્પિટલ દ્વારા આયોજિત ડ્રાઇવ થુ્ર વેક્સિનેશન તરફ ધકેલવા મજબૂર બનાવી રહ્યુ છે. મહત્વની વાત તો એછેકે, કેન્દ્ર સરકારે 18થી 45 વર્ષની વયના લોકોને રજીસ્ટ્રેશન થી મુક્તિ આપી છે પણ ગુજરાતમાં આરોગ્ય વિભાગ જાણે લોકોને રસી માટે’ય વધુ અગવડતા ઉભી થાય તેવુ ઇચ્છી રહ્યુ છે જેના કારણે ઓનલાઇન રજીસ્ટ્રેશન ફરજિયાત કર્યુ છે.

એપોલો હોસ્પિટલે ડ્રાઇવ થુ્ર વેક્સિનેશન શરૂ કર્યુ છે ત્યારે મ્યુનિ.કોર્પોરેશને જીએમડીસીનું ગ્રાઉન્ડ સહિત અન્ય સુવિધા આપીને રસીનો વેપાર કરવાનો જાણે પરવાનો આપી દીધોછે. ખુદ આરોગ્ય વિભાગ આમ જનતાને રસી મળે તેની ચિંતા કરવાને બદલે સંપન્ન વર્ગને રસી મળે તેની વધુ ફિકર રહયુ છે.

મને ખબર નથી તેમ કહીને નીતિન પટેલે હાથ ખંખેર્યા: એક બાજુ, ઓનલાઇન રજીસ્ટ્રેશન કર્યા બાદ પણ લોકોને  રસી માટે મળતી નથી ત્યારે એપોલો હોસ્પિટલને એક હજાર ચૂકવી ડ્રાઇવ  થુ્ર વેક્સિનેશનની છુટ આપી દેવામાં આવી છે.

આંખે ઉડીને વળગે તેવી વાત તો છેકે, ખુદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આ મુદ્દાથી અજાણ રહ્યાં હતાં. આ મામલે નિતીન પટેલે હાથ અધર કરતાં કહ્યું કે, એક હજારમાં આપવામાં આવતી રસી મુદ્દે મને કઇં ખબર નથી. મુખ્યમંત્રી વિજય રૂપાણી પાસેથી મંજૂરી લીધી હોય તો હુ જાણતો નથી.

આમ કહીને નિતિન પટેલે જાણે મુખ્યમંત્રી પર દોષનો ટોપલો ઢોળ્યો હતો. વૈષ્ણોદેવી સર્કલ પર આકાર પામી રહેલાં બ્રિજની મુલાકાત વેળાએ પત્રકારોએ સવાલ કરતાં નાયબ મુખ્યમંત્રીએ ચાલતી પકડી હતી. આ ઘટનાને પગલે આરોગ્ય વિભાગના અિધકારી અને મંત્રી વચ્ચે  સંકલનનો ભારોભાર અભાવ વર્તાઇ રહ્યો છે તે વાત બહાર આવી હતી.

કેન્દ્રએ મંજુરી આપી છે : સ્ટેન્ડિંગ ચેરમેન: આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની મીટીંગ બાદ ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું કે એપોલો હોસ્પિટલને કેન્દ્ર સરકારે વેક્સિન આપવાની મંજુરી આપી છે. અગાઉ તે રકમ લઈ હોસ્પિટલમાં આપતા હતા તે હવે જીએમડીસી ગ્રાઉન્ડમાં આપે છે, ફર્ક એટલો જ છે.

હોસ્પિટલે કંપની પાસેથી ડાયરેક્ટ વેક્સિન ખરીદી કરેલ છે. અન્ય ખાનગી હોસ્પિટલો પણ ભવિષ્યમાં આ રીતે જોડાશે તેમ માનવામાં આવે છે. જેથી વેક્સિનેશનની ઝડપ વધે. ચેરમેને કરેલી આવી સ્પષ્ટતા મ્યુનિ. અધિકારીઓએ કેમ નથી કરી તે બાબત આશ્ચર્યજનક છે. જોકે હોસ્પિટલમાં રૂા. 850 હતા તે રૂા. 1000 કેમ થયા તે પ્રશ્ન અનુત્તર છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો