ગ્રામીણ વિસ્તારમાં વેક્સિન સ્લોટ બુકિંગ માટે સરકારે જાહેર કર્યો આ ટેલિફોન નંબર

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.28-05-2021

નવી દિલ્હી : નેશનલ હેલ્થ ઓથોરિટી (એનએચએ) દ્વારા જારી “1075” નંબર પર દેશભરમાં કોલ કરીને રસીકરણ માટે સ્લોટ બુક કરાવી શકાશે. રસી માટે ગ્રામીણ વિસ્તારમાં ઇન્ટરનેટ અને ટેકનોલોજીના અભાવે લોકોને વેક્સિન માટે એપોઇન્ટમેન્ટ બુક કરવામાં મુશ્કેલી ઉભી થઇ રહી છે. તેથી લોકો હવે તમામ સામાન્ય સેવા કેન્દ્રો દ્વારા કોલ કરીને વેક્સિન માટે સ્લોટ બુક કરાવી શકે છે.

ગામડાઓમાંરસીકરણ અભિયાનને મંદ ગતિએ ચલાવવામાં આવતું હોવાના આક્ષેપને લઇને તેમણે જણાવ્યું હતું કે, જિલ્લા અધિકારી, જિલ્લા કલેક્ટર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ જાગૃતિ ફેલાવી રહ્યા છે અને ગ્રામીણ વિસ્તારોના લોકોને રસીકરણ કરવામાં મદદ કરી રહ્યા છે. સામાન્ય રીતે એમ કહેવું કે ગામોના લોકોને રસીકરણથી દૂર રાખવામાં આવી રહ્યું છે તે યોગ્ય નથી.

આર.એસ. શર્માએ જણાવ્યું હતું કે 45+ લોકો કોરોના રસી નોંધાવવા અને લેવા માટે સીધા જ કેન્દ્રમાં જઈ રહ્યા છે. ગ્રામીણ વિસ્તારમાં પણ સિસ્ટમ છે તે સાબિત કરવા માટે આ પૂરતું છે. જ્યારે સમસ્યા 18-45 વર્ષની વય જૂથની છે કારણ કે રસીનો પુરવઠો ઓછો છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો