મોરબીના અજયભાઈ લોરીયાએ શહિદ જવાનના પરિવારને કરી આર્થિક મદદ: વાવાઝોડાથી અસરગ્રસ્તોને પણ સહાય કરી

વાવાઝોડથી અસરગ્રસ્ત વિસ્તારમાં 40000 નળિયાની મદદ કરી, 1000 રાશન કીટ પણ પહોંચાડી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.28-05-2021

(જયદેવ બુધ્ધભટ્ટી દ્વારા) કુદરતી કે પછી કૃત્રિમ આફત સમયે લોકોની સેવામાં મોખરે રહેતા મોરબીના સેવાભાવી યુવાન અજયભાઈ લોરીયાએ હાલમાં શહિદ જવાનના પરિવારને એક લાખની આર્થિક મદદ કરેલ છે અને ગીર સોમનાથ જીલ્લાના રહીજ ગામના વિક્રમસિંહ બહાદુરસિંહ ચુડાસમા(ઉ.વર્ષ 32) જે જયપુર ખાતે ઘોડે સવારીમાં શહીદ થયા છે તેમના પરિવારને રૂબરૂ મળી મોરબી જિલ્લા પંચાયતના સભ્ય અને સેવાભાવી યુવાન અજયભાઈ લોરીયા દ્વારા એક લાખની સહાય કરવામાં આવી છે.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં 1500 રાશન કીટનું અજયભાઇ દ્વારા વિનામૂલ્યે વિતરણ કર્યું

તૌકતે વાવાઝોડામાં ગીર સોમનાથ જીલ્લાના ઉના ના પૂર્વ ધારાસભ્ય  કે.સી રાઠોડ ની મૂલાકાત લઇ અને રાજુલા (ભાવનગર)વિસ્તાર માં વધુ નુકશાની હોવાથી કોઈ માણસ ભૂખ્યો ના સુવે એના માટે ઉના નગરપાલિકા અને રાજૂલા ના ગામડા વિસ્તારને 1500 રાસન કીટ ની સહાય કરી

ઉના, રાજુલા, સૌરકુનલડામાં 40,000 નળિયાની સહાય કરવામાં આવી

અજયભાઇ લોરિયા દ્વારા અમરેલીના સાંસદ નારણભાઇ કાછડીયા સાથે મૂલાકાત લઇ ઉના, રાજૂલા ,સાવરકુંડલા માં  વાવાઝોડા ની વધુ નુકશાની હોવાથી 40,000 નળીયા ની સહાય કરવામાં આવી હતી.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો