વાંકાનેર તાલુકાના હસનપર ગામે પ્રેમી પંખીડાનો સજોડે ગળાફાંસો ખાઇ આપઘાત

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.28-05-2021

(અજય કાંજીયા દ્વારા) વાંકાનેર શહેર નજીક આવેલ તાલુકાના હસનપર ગામ નજીક બે પ્રેમી પંખીડાએ સજોડે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. બનાવની જાણ થતાં વાંકાનેર શહેર પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને બનેના મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પીટલ ખાતે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે…

વાંકાનેર શહેર નજીક આવેલ તાલુકના હસનપર ગામ ખાતે એક યુવતી અને યુવાને સજોડે વૃક્ષ પર ગળાફાંસો ખાઈ આપઘાત કરી હતો. બનાવની જાણ થતાં જ વાંકાનેર શહેર પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને બંને યુવક-યુવતીના મૃતદેહને વૃક્ષ નીચે ઉતારી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે…

બનાવ અનુસંધાને પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળતી વિગતો મુજબ મૃતક યુવતીનું નામ જ્યોતિબેન મનીષભાઈ ઝીઝુવાડીયા (ઉ.વ. 17) અને મૃતક યુવાન સંજયભાઈ બટુકભાઈ સારલા (ઉ.વ.22) જે બંને હસનપર ગામના રહેવાસી હોય અને બંને એકબીજાના પ્રેમ કરતાં હોય પરંતુ બંનેના લગ્ન નહી થાય તેવી બીકના લીધે બંનેએ ગઈકાલ સાંજના સમયે પોત પોતાના ઘરેથી નીકળી અને આજે સવારના સમયે બંનેના ગામ નજીક વૃક્ષ નીચે ગળાફાંસો ખાઇ સજોડે આપઘાત કરી લીધો હતો…

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો