કોરોના સામે રસી વચ્ચે હવે કોકટેલ પણ માર્કેટમાં આવશે, કેડિલાએ માનવ પરિક્ષણની મંજૂરી માગી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.27-05-2021

ઝાઇડસ કેડિલાએ પોતાની એન્ટીબોડી કોકટેલ દવાની માનવી પર પરીક્ષણની અનુમતી માગી છે. અગાઉ પ્રાણીઓ પર તેનુ પરીક્ષણ કરાયું હતું અને ફેફસામાં ક્ષતિને ઓછી કરવામાં મદદરુપ હોવાનો દાવો કંપનીએ કર્યો છે. તેથી હવે માનવી પર પણ તેની ટ્રાયલ કરવા માગીએ છીએ તેમ કંપનીએ કહ્યું હતું.

હાલ ભારતમાં સ્વિત્ઝર્લેન્ડની દવા કંપની રોશની એંટીબોડી કોકટેલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એવામાં હવે અમદાવાદની દવા બનાવતી કંપની ઝાયડસ કેડિલાએ પોતાની એંટીબોડી કોકટેલ દવાના ક્લિનિકલ ટ્રાયલની અનુમતી માગી છે. કંપનીએ કોરોનાના એ દર્દીઓ માટે પરીક્ષણની અનુમતી માગી છે કે જેઓને કોરોનાના સંક્રમણના ઓછા લક્ષણો હોય.

આ કોકટેલનું નામ ઝેડઆરસી-3308 રાખવામાં આવ્યું છે. સોમવારે જ રોશ ઇંડિયા અને સિપ્લાએ ભારતમાં રોશની એંટીબોડી કોકટેલ લોંચ કરી હતી. ગુરુગ્રામના મેદાંતા હોસ્પિટલમાં ભરતી કોરોનાના દર્દીને એંટીબોડી કોકટેલ દવા આપવામાં આવી હતી. જ્યારે ઝાયડસે કહ્યું હતું કે અમારી કોકટેલ પશુઓ પર સફળ રહી છે અને હવે તેની માનવીઓ પરની ટ્રાયલની મંજૂરી માગવામાં આવી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો