શું કોરોના સંક્રમણ મટયા પછી શરીરમાં એન્ટી બોડી આજીવન રહે છે ?

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.27-05-2021

કોરોનાના હળવા લક્ષણોમાં એન્ટી બોડી ખૂબ લાંબા સમય સુધી જોવા મળ્યા, સેંટ લૂઇસના વોશિંગ્ટન યુનિવર્સિટીના સ્કૂલ ઓફ મેડિસિનના સંશોધકોનો દાવો

જો કોઇ પણ વ્યકિતને કોરોનાનું સાધારણ સંક્રમણ થાય તો પણ તેના શરીરમાં લાંબા સમય સુધી આ બીમારી સામે લડવા માટે એન્ટી બોડી બનેલા રહી શકે છે. આવા સંજોગોમાં તેને બીજી વાર કોરોના કોરાનો સંક્રમણ થવાની શકયતા ઘટી જાય છે. આ આશાસ્પદ માહિતી સેંટ લૂઇસના વોશિંગ્ટન યુનિવર્સિટીના સ્કૂલ ઓફ મેડિસિન દ્વારા કરવામાં આવેલા એક સંશોધનમાં બહાર આવી છે. જર્નલ નેચરમાં પ્રકાશિત માહિતી મુજબ  કોરોનાના હળવા લક્ષણો પછી પણ મહિનાઓ સુધી શરીરમાં એન્ટી બોડી કોશિકાએ સક્રિય રહે છે. આ અંગે સંશોધક અલી એલ્લેબેડીના જણાવ્યા મુજબ પહેલા એવું માનવામાં આવતું હતું કે કોરોના સંક્રમણ થયા પછી રોગ પ્રતિકારક ક્ષમતા ઝડપથી ઘટી જાય છે આથી કોરોના ફરી થવાની શકયતા રહે છે.

આનો મતલબ મુખ્ય મીડિયાએ એવો કર્યો હતો કે રોગ પ્રતિરોધક ક્ષમતા લાંબા સમય સુધી રહેતી નથી પરંતુ આંકડોનો અભ્યાસ કરવામાં આવે તો જુદુ જ ચિત્ર ઉપસે છે ગંભીર સંક્રમણ પછી એન્ટી બોડીનું સ્તર નીચે જવું એ સહજ છે પરંતુ તે કયારેય શુન્ય સુધી જતું નથી. સંશોધનમાં ૧૧ મહિના પહેલા કોરોનાના લક્ષણો જોવા મળ્યા હોય તેમના શરીરમાં પણ એન્ટીબોડી પેદા કરતી કોશિકાઓ જોવા મળી હતી. આ કોશિકાઓ આજીવન પણ રહી શકે છે. આનો અર્થ જ એવો થાય છે કે કોરોના સંક્રમણ થયા પછી એન્ટીબોડી ખૂબ લાંબા સમય સુધી રક્ષણ આપે છે. આ પહેલા પણ સાયન્સ ઇમ્યૂનોલોજીમાં એક સંશોધન પ્રકાશિત થયું હતું તેમાં પણ કોરોના સંક્રમણ પછી ૮ મહિના સુધી શરીરમાં ઇમ્યૂનિટી રહેતી હોવાનું કહેવામાં આવ્યું હતું.સંશોધન અનુસાર જયારે વાયરલ સંક્રમણ થાય છે ત્યારે પ્રતિરક્ષા કોશિકાઓ ખૂબજ ઝડપથી પેદા થાય છે અને લોહીમાં ફેલાઇ જાય છે. સંક્રમણમાંથી સાજા થયા પછી મોટા ભાગની કોશિકાઓ નાશ પાંમે છે ત્યારે લોહીમાં એન્ટી બોડીનું પ્રમાણ પણ ઓછું થઇ જાય છે.

જો કે એન્ટીબોડી પેદા કરતી કોશિકાઓનો નાનો જથ્થો લાંબા સમય સુધી રહે છે જેને પ્લાઝમા કોશિકાઓ પણ કહેવામાં આવે છે જે અસ્થી મજ્જા એટલે કે બોન મેરોમાં જળવાઇ રહે છે. આથી ફરી સંક્રમણ થાય ત્યારે વાયરસ સામે લડવા માટે ભલે ઓછી સંખ્યામાં પણ એન્ટીબોડી રહે છે. આ સંશોધન માટે કોરોના વાયરસથી ગ્રસ્ત ૭૭ લોકોના લોહીના નમૂના લેવામાં આવ્યા હતા. તેમણે સંક્રમિત થયાના એક મહિનાથી માંડીને ત્રણ મહિના સુધી લોહીના નમૂના આપ્યા હતા.આમાંના મોટા ભાગના લોકોને કોરોના સંક્રમણના હળવા લક્ષણો જોવા મળ્યા હતા. તેમના ૧૮ લોકોના બોનમેરોમાં સંક્રમણના ૧૧ મહિના પછી પણ એન્ટીબોડી જોવા મળ્યા હતા.આના આધારે સંશોધકોએ દાવો કર્યો હતો કે એક વાર સંક્રમણ થયા પછી તેમનામાં બીજી વાર કોરોનાના લક્ષણો જોવા મળ્યા ન હતા.જો કે જે લોકો કોરોના સંક્રમણમાં ગંભીર રીતે બીમાર હતા તેમનામ શરીરમાં પ્રતિરોધ ક્ષમતા કેટલા સમય સુધી રહેશે તેનું સંશોધન અને અભ્યાસ કરવાનો બાકી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો