વાંકાનેર: મહીકા ગામે ઇલેક્ટ્રિક શોટ લાગતા રાજસ્થાની યુવકનું મોત

વાંકાનેર તાલુકાના મહીકા ગામે ઇલેક્ટ્રિક શોટ લાગતા યુવકનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.26-05-2021

(અજય કાંજીયા દ્વારા) મૂળ રાજસ્થાનના વતની હાલ મહીકા ગામે રહેતા મહેન્દ્રસિંહ પ્રેમજીભાઇ રાવત (ઉ.વ. 24) ગઈકાલે તા. 25ના રોજ વાડી વિસ્તારમાં PGVCLના કામે પોલ (થાંભલા) પર કામ કરતા હતા. ત્યારે અચાનક ઇલેકટ્રીક શોક લાગતા તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો