વાંકાનેર: રીક્ષા અને સ્વીફ્ટ કાર વચ્ચે અકસ્માત, બંને ચાલકો ઘાયલ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.26-05-2021

(અજય કાંજીયા દ્વારા) વાંકાનેર હાઇવે, નવાપરા, વાસુકી દાદાના મંદિરની સામેના વિસ્તારમાં આજે બપોરે સી.એન.જી. રીક્ષા (નંબર: (Gj36 U3344) અને કાળા રંગની સ્વીફ્ટ કાર (નંબર: GJ27BS 3770) વચ્ચે જોરદાર ટક્કર થઇ હતી. અકસ્માત બાદ રીક્ષા પલ્ટી ખાઈ ગઈ હતી. જયારે સ્વીફ્ટ કારનો આગળના ભાગનો બુકડો બોલી ગયો હતો. બંને ચાલકો ઘાયલ થતા તાબડતોબ નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સદ્ નસીબે કોઈ જાનહાની થઇ નથી. સમગ્ર ઘણાની તપાસ વાંકાનેર પોલીસ ચલાવી રહી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો