(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.26-05-2021
આજના ચંદ્ર ગ્રહણ અનુસંધાને આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર જનજાગૃતિ માટે લાઈવ એન.આર.નું આયોજન કરવામાં હતું. જેમાં ગ્રહના વિશેષજ્ઞ ડોક્ટર અમિત પટેલ કે જેઓ યુનિક સ્કૂલ ના આચાર્યશ્રી છે તેમના સાનિધ્યમાં યુનિક સ્કૂલના વિદ્યાર્થીઓ તથા જાહેર જનતા માટે આયોજન કરેલ હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ લોકોની અંધશ્રદ્ધા દૂર કરવાનો અને જ્ઞાનનો ઉપાર્જન થાય માટે આયોજન કર્યું હતું.આ અંગેવિશેષજ્ઞ ડોક્ટર અમિત પટેલ અને દીપેન ભટ્ટને અમદાવાદ ખાતેના સાયન્સ સીટી માંથી તાલીમ મેળવી હતી. કોરોના સમય દરમિયાન લોકો અને વિદ્યાર્થીઓ સાચું જ્ઞાન મેળવેએવા હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું.
હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો