100 મીટરની લાંબી કતાર લાગશે તો ટોલ ટેક્સ ‘માફ’

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.26-05-2021

ટોલ પ્લાઝા માટે ટેક્સ વસૂલવાનાં માપદંડ જાહેર, 10 સેકન્ડમાં જ ટેક્સ વસૂલ વિધિ થવી જોઇએ

ટોલ ટેકસનું ચુકવણુ કરવા છતા ટોલ પ્લાઝા પર ચક્કાજામમાં ફસાતા કરોડો માર્ગ મુસાફરો માટે રાહતભર્યા સમાચાર છે. ટોલ પ્લાઝા પર જો વાહનોની 100 મીટર લાંબી લાઈન લાગે તો એ વાહનો પાસેથી ટોલ ટેકસ લેવામાં નહિ આવે. આ માટે પ્લાઝાથી 100 મીટરના અંતર પર રસ્તા પર એક પીળો પટ્ટો લગાવવામાં આવશે. જ્યાં સુધી વાહનોની કતાર આ પીળા પટ્ટા સુધી રહેશે ત્યાં સુધી, ત્યાં સુધી તમામ વાહનો વગર ટોલ ટેકસ માટે ટોલ બેરીયર પસાર કરતા રહેશે. કેન્દ્ર સરકારે પ્લાઝાના પ્રત્યેક ટોલ લેન પર 10 સેકન્ડમાં ટોલ ટેકસ વસુલવામાં નવા માપદંડ નક્કી કર્યા છે. હાઈવે ઓથોરીટીના વડા સંજયકુમાર પટેલે ગઈકાલે ટોલ પ્લાઝા પ્રબંધન નીતિના નવા દિશા નિર્દેશો 2021 જારી કર્યા છે. હાઈવે ઓથોરીટીના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યુ છે કે તમામ 570 ટોલ પ્લાઝા પર ઈલેકટ્રોનીક ટોલ કલેકશન સિસ્ટમ (ઈટીસી) લગાડી દેવામાં આવી છે અને ટોલ પ્લાઝાની તમામ ટોલ લેન પર ફાસ્ટ ટેગ થકી ઓનલાઈન ટેકસ વસુલવામાં આવી રહ્યો છે. આમ છતાં ટોલ પ્લાઝા પર ચક્કાજામ અને વાહનોની કતારો જોવા મળી રહી છે. સરકારે નિર્માણાધિન અથવા પ્રસ્તાવિત ટોલ પ્લાઝામાં નવા નિયમો લાગુ કરવાનો નિર્ણય લીધો છે. બીજા ચરણમાં ટોલ પ્લાઝાની ટોલ લેનમાં ફેરફારો બાદ આ વ્યવસ્થા લાગુ કરવામાં આવશે.

તેમણે જણાવ્યુ હતુ કે ટોલ પ્લાઝામા 10 સેકન્ડની અંદર વાહન તરફથી ટોલ ટેકસ લેવાના નવા માપદંડો નક્કી કરવામાં આવ્યા છે. એટલે કે નવી ડીઝાઈનના ટોલ પ્લાઝાની એક ટોલ લેનમાં એક કલાકમાં 400 વાહનો પસાર થવાની ક્ષમતા રહેશે. આ માટે વધુ જમીન સંપાદન કરવાની જરૂર રહેશે. ટોલ પ્લાઝા પર વાહનોના દબાણ અનુસાર ટોલ લેનની સંખ્યા 6 થી લઈને 12 સુધીની કરવામાં આવશે.

સરકારના આ નિર્ણયથી ટોલ પ્લાઝા પર ચક્કાજામની સમસ્યા દૂર થશે. આનાથી વાહનોની સરેરાશ સ્પીડ 30થી 40 ટકા સુધી વધી જશે અને વાયુ પ્રદુષણ ઘટશે. ખાસ વાત એ છે કે ફાસ્ટ ટેગની ટેકનીકથી સરકારનુ વાર્ષિક કલેકશન 10300 કરોડ વધ્યુ છે. જે કોન્ટ્રાકટરના ગજવામાં જતુ હતું.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો