પ્રદીપસિંહ ‘અપ’; નીતિન પટેલ ‘ડાઉન’?

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.26-05-2021

રાજ્ય સરકારની અસરકારક કામગીરીને કારણે કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાયો છે અને લોકોએ પણ હાશકારો અનુભવ્યો છે. કોરોનાકાળમાં આરોગ્ય વિભાગની નિષ્ફળતાને લીધે હોસ્પિટલ-આરોગ્ય સેવાઓ જાણે ખાડે ગઇ હતી. સૂત્રોના મતે, સી.આર.પાટીલ અને નીતિન પટેલ બંને વિજય રૂપાણીને મુખ્યમંત્રી પદેથી હટાવાય તેની લાળ ટપકાવીને બેઠાં છે. પણ હકીકત એવી છેકે, કોરોનામાં આરોગ્ય વિભાગની કારમી નિષ્ફળતાને પગલે ભાજપની પ્રતિષ્ઠા ખરડાઇ છે જેના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલને ઠપકો આપ્યો છે. સાથે સાથે ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાને પ્રોત્સાહન આપી નિતિન પટેલને સાઇડલાઇન કરાયા હોવાનુ ચર્ચાઇ રહ્યુ છે.

આરોગ્ય વિભાગની નિષ્ફળતાનો ટોપલો મુખ્યમંત્રી વિજય રૂપાણીના માથે ઢોળવા ખુદ ભાજપ પ્રદેશ પ્રખુખ સી.આર.પાટીલ પાછલા બારણે સક્રિય થયા છે. સરકાર કરતાં સંગઠન વધુ કાર્યશીલ છે અને લોકોના પડખે છે તેવો દેખાડો કરવા કમલમમાંથી ધૂમ પ્રયાસો થઇ રહ્યાં છે. માત્ર સી.આર.પાટીલ જ નહીં, પણ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ વિજય રૂપાણની રાજકીય બદનામી થાય તેવી મહેચ્છા ધરાવતાં હોવાની ચર્ચાએ રાજકીય વર્તૂળોમાં ભૂકંપ સર્જ્યો છે.

આ તરફ, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની જેમ સી.આર.પાટીલ પણ રૂપાણી સરકારની બદનામી થાય તેવુ રાજકીય મહેચ્છા ધરાવતા હોવાનું ફલીત થયું હતું. પાટીલે કમલમમાંથી સમાંતર સરકાર ચાલતી હોય તેવો પ્રયાસ કર્યો છે.એટલું જ નહીં, રેમડેસેવિર ઇન્જેકશનનુ વિતરણ કરીને આડકતરી રીતે એવો સંદેશો વહેતો કર્યો કે, ભાજપ લોકોને પડખે છે.

ઇન્જેકશનને લઇને સરકારની કોઇ વ્યવસૃથા જ નથી. કોરોનાકાળમાં દક્ષિણ ગુજરાતમાં કોવિડ કેર સેન્ટર થી માંડીને રસીકરણના કાર્યક્રમ યોજીને પાટીલે રાજકીય પ્રસિદ્ધિ મેળવવામાં કઇ કસર છોડી નથી. ભાજપ આઇટી સેલ અને પ્રવક્તાઓ પણ રૂપાણીની નહી પણ પાટીલની પ્રસિદ્ધિમાં વ્યસ્ત બન્યાં છે.

નીતિન પટેલ ‘કોરોના’ના બહાને મેદાન છોડી ગ્યા હતા? કોરોનાની બીજી લહેર ગુજરાત માટે ઘાતક પુરવાર બની રહી છે. આરોગ્યની સેવાઓ એટલી હદે ખોરવાઇ હતી કે, હોસ્પિટલોમાં દર્દીઓને પથારી સુધ્ધાં મળતી ન હતી.એમ્બ્યુલન્સમાં જ દર્દીની સારવાર આપવી પડતી હતી.રેમડેસિવીર ઇન્જેકશન અને ઓક્સિજન સિલિન્ડર મેળવવા લોકોને ફાફાં મારવા પડતા હતાં. બેડ અને સારવારના અભાવે કેટલાંક દર્દીઓએ જીવ ગુમાવવા પડયાં છે.

આ જોતાં આરોગ્યમંત્રી નીતિન પટેલ સદંતર નિષ્ફળ સાબિત થયા હતાં. દોષનો ટોપલો ઢોળાય તે પહેલાં જ નિતીન પટેલ કોરોનાના બહાને યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ થઇને મેદાન છોડી દીધુ હતુ. પણ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ મોરચો સંભાળીને સમગ્ર સ્થિતિ પર કાબૂ મેળવી લીધો હતો.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો