કુવાડવા નજીક પત્નીની હત્યા કરનાર પતિની ધરપકડ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.26-05-2021

(અજય કાંજીયા દ્વારા) જમવાનું બનાવવા જેવી નજીવી બાબતે માથાકૂટ થતા પત્નીને લાકડી અને પથ્થર વડે મારમાર્યો હતો, કુવાડવા ગામ નજીકથી મંજુબેન ભરતભાઈ વસાવા(ઉ.વ.53)નામના મહિલાની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી.આ હત્યા કોણે કરી? એ મામલે પોલીસે તપાસ શરુ કરી હતી તેવામાં જાણ થઈ કે નજીકમાં જ દેવશીભાઈ કાકડીયાની વાડીએ પતિ ભરત ચંદુ વસાવા સાથે કામ કરતા હતા અને બંને વચ્ચે જમવા બાબતે માથાકૂટ થતા ભરતે પત્નીને લાકડી વડે બાદમાં મોટા પથ્થર વડે મારમાર્યો હતો.જેથી ગંભીર રીતે ઘવાયેલી મંજુબેનનું ભાગવા જતા થોડે દુર મોત નીપજ્યું હતું.

આ ઘટનામાં કુવાડવા પોલીસ મથકના પીઆઇ એન.એન.ચુડાસમાની રાહબરીમાં પીએસઆઈ પી.જી.રોહડિયા અને હિતેષભાઈ ગઢવીએ કાર્યવાહી કરી હતી.અને આરોપી ભરત ચંદુ વસાવાની ગઈકાલે ધરપકડ કરી હતી.આ બનાવમાં મૃતકના ભત્રીજાને ફરિયાદી બનાવી ગુન્હો નોંધવામાં આવ્યો હતો.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો